આ યુવાને બનાવેલા ફોટોના PM મોદીએ પણ કર્યા વખાણ, તમે પણ જુઓ

PC: ndtv.com

આજકાલ હનુમાનજીનો એક ફોટો ઘણો વાયરલ થઈ રહેલો જોવા મળે છે. તે પછી કારની પાછળ હોય કે સોશિયલ મીડિયા પર. આ ફોટાને જોઈને PM મોદી પણ હેરાન રહી ગયા હતા. તેમણે આ ફોટો બનાવનાર આર્ટિસ્ટના ઘણા વખાણ કર્યા હતા.

આ ફોટોને બનાવ્યો છે આર્ટિસ્ટ કરણ આચાર્યએ. કર્ણાટકના રહેનારા કરણ આચાર્યએ આ ફોટો એક વર્ષ પહેલા બનાવી હતી. આ ફોટાને હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલી PM મોદીની રેલીઓમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આ દરમિયાન PM એ તેના ઘણા વખાણ કર્યા છે અને તેના ફોટાને ઘણો શાનદાર કહ્યું છે.

PM દ્વારા કરવામાં આવેલા વખાણથી કરણ ખુશ પણ છે અને હેરાન પણ છે. કરણને વિશ્વાસ નથી આવી રહ્યો કે તેના આ આર્ટના PMએ વખાણ કર્યા છે. તેના કહેવા પ્રમાણે મારા મિત્રો રવિવારે સવારે મને ફોન કરી રહ્યા હતા. મને લાગ્યું કે તેઓ એમ જ ફોન કરતા હશે પરંતુ પછી એક મિત્રએ મેસેજમાં મને જણાવ્યું કે PM મોદીએ તારા ફોટોના વખાણ કર્યા છે, જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મેં વીડિયો જોયો તો હું ખુશ પણ હતો અને હેરાન પણ હતો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે PM એ મારા આર્ટના વખાણ કર્યા છે.

જણાવી દઈએ કે PM મોદીએ કર્ણાટકમાં એક સ્પીચ દરમિયાન કહ્યું હતું કે, કરણ આચાર્યએ હનુમાનજીની જે ફોટો બનાવી છે તે દેશભરમાં ગૂંજી ઉઠી છે. દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે અને જે ઘણી પ્રશંસનીય છે. મેં જોયું કે દેશભરના ટીવી ચેનલોવાળા કરણ આચાર્યના ઈન્ટરવ્યું લેવા માટે લાઈનમાં ઊભા છે. આ કરણની કળાની તાકાત છે. તેની કલ્પના શક્તિની તાકાત હતી.

પોતાના ફોટો અંગે વાત કરતા તેણે કહ્યું હતું કે ગણેશ ચતુર્થી દરમિયાન મારા મિત્રોએ મને એવો ફોટો બનાવવાનું કીધું જે એકદમ અલગ હોય. ગુગલમાં સર્ચ કરવા પર હનુમાનજીની ઘણી તસ્વીરો જોવા મળતી હતી. આથી મેં તેમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું. મેં એક જ રંગમાં હનુમાનનો ફોટ બનાવવા અંગે વિચાર્યું. મેં તેના માટે ઓરેન્જ કલર નક્કી કર્યો કારણ કે તેને હનુમાનજીનું પ્રતિક માનવામાં આવે છે. આ આર્ટને બનાવવામાં મને અડધો કલાકનો સમય લાગ્યો હતો. મેં નહોતું વિચાર્યું કે આ ફોટો આટલો વાયરલ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp