શું તમે કદી વિચાર્યું છે, ગીતા આટલો અદભૂત ગ્રંથ કેમ છે: PM મોદી

PC: PIB

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હમણાં બે દિવસ પહેલાં જ ગીતા જયંતિ હતી. ગીતા, આપણને આપણા જીવનમાં દરેક સંદર્ભે પ્રેરણા આપે છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે, ગીતા આટલો અદભૂત ગ્રંથ કેમ છે? તે એટલા માટે કે તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની જ વાણી છે. પરંતુ ગીતાની વિશિષ્ટતા એ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્નથી શરૂ થાય છે. અર્જુને ભગવાને પ્રશ્ન કર્યો, જિજ્ઞાસા કરી, ત્યારે જ તો ગીતાનું જ્ઞાન સંસારને મળ્યું. ગીતાની જ જેમ, આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે, બધું જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. વેદાંતનો તો પહેલો મંત્ર જ છે, - ‘अथातो ब्रह्म जिज्ञासा’ એટલે કે આવો આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. તેથી જ તો આપણે ત્યાં બ્રહ્મના પણ સંશોધનની વાત કહેવામાં આવે છે. જિજ્ઞાસાની તાકાત જ એવી છે. જિજ્ઞાસા તમને સતત કંઈક નવા માટે પ્રેરિત કરે છે.

તેમણે કહ્યું કે, બાળપણમાં આપણે એટલે જ તો શીખીએ છીએ કારણ કે આપણી અંદર જિજ્ઞાસા હોય છે. એટલે કે જ્યાં સુધી જિજ્ઞાસા છે, ત્યાં સુધી જીવન છે. જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી નવું શીખવાનો ક્રમ ચાલુ જ છે. તેમાં કોઈ ઉંમર, કોઈ પરિસ્થિતી મહત્વ નથી ધરાવતી. જિજ્ઞાસાની એવી જ ઉર્જાનું એક ઉદાહરણ મને ખબર પડી તમિલનાડુના વડિલ શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી વિશે. શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી 92 વર્ષના છે, Ninety Two Years. તેઓ આ ઉંમરે પણ કોમ્પ્યુટર પર પોતાનું પુસ્તક લખી રહ્યા છે, તે પણ જાતે ટાઈપ કરીને. તમે વિચારતા હશો કે પુસ્તક લખવાનું તો ઠીક છે, પરંતુ શ્રીનિવાસાચાર્ય જી ના સમયે તો કોમ્પ્યુટર હશે જ નહીં. તો પછી તેમણે કોમ્પ્યુટર ક્યારે શિખ્યું.? એ વાત સાચી છે કે તેમના કોલેજના સમયમાં કોમ્પ્યુટર નહોતું. પરંતુ તેમના મનમાં જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ અત્યારે પણ એટલો જ છે જેટલો તેમની યુવાવસ્થામાં હતો. વાસ્તવમાં શ્રીનિવાસાચાર્ય સ્વામી જી સંસ્કૃત અને તમીલના વિદ્વાન છે. તેઓ અત્યારસુધી 16 આધ્યાત્મિક ગ્રંથ પણ લખી ચૂક્યા છે. પરંતુ કોમ્પ્યુટર આવ્યા બાદ, તેમને જ્યારે લાગ્યું કે હવે તો પુસ્તક લખવા અને પ્રિન્ટ થવાની રીત બદલાઈ ગઈ છે, તો તેમણે 86 વર્ષની ઉંમરમાં, eighty six ની ઉંમરમાં કોમ્પ્યુટર શીખ્યું, પોતાના માટે જરૂરી સોફ્ટવેર શીખ્યા. હવે તેઓ તેમનું આખું પુસ્તક કરે છે.

PMએ કહ્યુ કે, શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જીનું જીવન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે, કે જીવન ત્યાં સુધી ઉર્જાથી ભરેલું રહે છે, જ્યાં સુધી જીવનમાં જિજ્ઞાસા નથી મરતી, શીખવાની ઈચ્છા નથી મરતી. તેથી જ આપણે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા, આપણે ચૂકી ગયા. કાશ...આપણે પણ આ શીખી લેતા. આપણે એ પણ ન વિચારવું જોઈએ કે આપણે નહીં શીખી શકીએ, અથવા આગળ નહીં વધી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp