રાજસ્થાની દંપતિ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી કમાય છે કરોડો રૂપિયા

PC: patrika.com

સામાન્ય રીતે  ઘરમાં કોઇપણ વસ્તુ કામ ન આવે એટલે લોકો કચરામાં ફેંકી દે છેપણવેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકાય છે. તેનું ઉદાહરણ જોધપુર શહેરના લોહિયા દંપતિએ આપ્યું છે. જે હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ કરે છે. પોલો ગ્રાઉન્ડમાં ચાલી રહેલા માહેશ્વરી ગ્લોબલ એક્સપોમાં તેમના સ્ટોલ પર વેસ્ટ વસ્તુમાંથી બનેલા હેન્ડીક્રાફ્ટ લોકોને આકર્ષિત કરી રહ્યા છે. લોકો હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ સાથે સેલ્ફી અને ફોટા લઇ રહ્યા છે. કારના બોનેટ અને સીટથી બનેલા સોફાસેટ લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે. તેમની વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી આ વસ્તુઓ 36 દેશોમાં પ્રખ્યાત છે.

જોધપુર શહેરના શાસ્ત્રીનગરમાં રહેતા રિતેશ લોહિયાએ વર્ષ 2008થી 2012 સુધી કેટલાય બિઝનેસ કર્યા હતા. પરંતુ, સફળતા મળી ન હતી. જેથી પત્ની પ્રિતી સાથે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું નક્કી કર્યું, અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવી હતી. ત્યારબાદ બનેલી વસ્તુઓના ફોટા વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. જેમાંથી તેમને પ્રથમ ઓર્ડર ડેનમાર્કથી મળ્યો હતો. પરંતુ, ઓર્ડરની વસ્તુ બનાવવા માટે તેમની પાસે રૂપિયા ન હતા. જેથી તેમણે મિત્રો પાસેથી ઉધાર રૂપિયા લઇ ઓર્ડર પુરો કર્યો હતો. રિતેશ લોહિયાએ જણાવ્યું કે, પ્રદેશમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતી પ્રથમ કંપની તેની છે, જે કેપિટલ માર્કેટમાં આવેલી છે. હેન્ડીક્રાફટની વધુ ડિમાન્ડ તો યુરોપિયન દેશોમાંથી આવે છે. જેનું વાર્ષિક ટર્નઓવર 45 કરોડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp