સંસ્કૃત સાહિત્ય અકાદમી 13 જુલાઈએ સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજશે

PC: wikimedia.org

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આગામી તા.13મી જુલાઇ-2018ના રોજ અમદાવાદ ખાતે ‘સંસ્કૃતોત્સવ 2018’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે સાંજે 5-00 કલાકે યોજાનાર આ સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે.

આ સમારોહમાં વર્ષ 2017-18 અને વર્ષ 2018-19ના સંસ્કૃત ભાષાના વેદ પંડિતોનું સન્માન, સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સંસ્કૃત યુવા ગૌરવ પુરસ્કાર અને સંસ્કૃત કુટુંબોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં સાહિત્યકારો તથા સંસ્કૃત પ્રેમીઓને ઉપસ્થિત રહેવા અકાદમી દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp