
પુષ્કરમાં દર વર્ષે આયોજીત થતો ઉંટ મેળો કે જે પુષ્કર ઉંટ મેળાના નામે પ્રચલિત છે તે શરુ થઇ ચુક્યો છે. 16 નવેમ્બરથી શરુ થયેલો આ મેળો 23 નવેમ્બર સુધી ચાલશે.
7 દિવસ સુધી ચાલનારો આ મેળો દુનિયાના સૌથી મોટો પશુ મેળાના નામે પણ ઓળખાય છે.
આ મેળાનું આયોજન દર વર્ષે કારતક મહિનામાં કરવામાં આવે છે. મેળામાં રંગરોગાનના કાર્યક્રમો, પ્રદર્શનો અને જુદી-જુદી જાતની સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે.
રણપ્રદેશના જહાજ તરીકે ઓળખાતા ઉંટની રોમાંચક દૌડનું આયોજન દર વર્ષે આ મેળામાં કરવામાં આવતું હોય છે. આ સિવાય જુદી-જુદી જાતિના પશુઓ પણ આ મેળાના આકર્ષણનું એક કારણ છે.
ધાર્મિક રીતે પણ પુષ્કરના આ મેળાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે પુનમના દિવસે બધા જ દેવી દેવતાઓ પુષ્કરના મેળામાં હાજરી આપતા હોય છે. તેથી આ જગ્યાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણસર મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ આવતા હોય છે અને પુષ્કર તળાવમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવતા હોય છે.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp