શા માટે લગ્ન પહેલા દુલ્હા-દુલ્હનને લગાડવામાં આવે છે હલ્દી, જાણો કારણ

PC: tollywood.net

આપણે ત્યાં ઘરમાં લગ્ન હોય તો ઘણી મોટી ઉજવણી થતી હોય છે. તેમાં વિવિધ ફંક્શનો અને વિધિઓ કરવામાં આવતી હોય છે. આપણે ત્યાં આપણા ધાર્મિક શાસ્ત્રોમાં આ દરેક વિધિ કરવા માટેના કારણો પણ આપવામાં આવ્યા છે. તે સિવાય પણ ઘણી એવી પરંપરાઓ છે જેને લોકો વર્ષોથી કરતા આવતા હોય છે. આવી જ એક વિધિ છે લગ્ન પહેલા પીઠી લગાવવાની વિધિ. લગ્નના આગળના દિવસે દુલ્હા-દુલ્હન બધાને પીઠી લગાડવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે લગ્નમાં હલદીના શગુનને ઘણું મહત્ત્વપૂર્ણ  માનવામાં આવે છે.

લગ્નમાં છોકરા અને છોકરી બંનેને હલદીની રસમ નિભાવવી પડે છે. મોટાભાગના લોકો એ જ માને છે કે આ એક આવશ્યક પરંપરા છે આથી તે રસમ કરવી જરૂરી છે. પરંતુ હલદીને ફરજિયાત કરવા પાછળનું કારણ કંઈક અલગ જ છે. જેવું કે આપણે સૌ જાણીએ છીએ હલદી એક ઔષધિ છે. હલદી આપણી ત્વચા માટે તો વરદાન જેવી જ છે પરંતુ તેને લગાવવાથી ત્વચા સંબંધી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. ત્વચામાં ચમક આવે છે. ત્વચા સંબંધિત ઘણા ઈન્ફેક્શન પીઠીથી સારા થઈ જાય છે.

લગ્ન પહેલા હલદી લગાવવાની પ્રથા જોડવા પાછળનું પણ આ જ કારણ છે. લગ્નમાં દુલ્હા-દુલ્હનના ચહેરાની સાથે તેમના શરીરના ઘણા હિસ્સાઓ પર લગાવવામાં આવે છે જેથી તેમાં પણ નિખાર આવે છે. એવું પણ માનવામાં આવે છે કે હલ્દી દુલ્હન અન દુલ્હાને ખરાબ નજરોથી બચાવવા માટે લગાડવામાં આવે છે. હલદીની રસમ થયા પછી દુલ્હા દુલ્હનને ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી.

હલદીનો પીળો રંગનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘણું વધારે છે. હલદી નવા કપલ માટે ઘણી શુભ હોય છે અને તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે. આજે પણ ફેરા ફરતી વખતે પીળા કલરનું કાપડ સાથે રાખવામાં આવે છે. હલદી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. હલદીનો પ્રયોગ હવન અને ઔષધિઓમાં કરવામાં આવે છે. નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવા માટે હળદરથી સારી કોઈ વસ્તુ નથી. આથી લગ્નમાં હલદીનો ઉપયોગ કરવામાં આવે છે.

અસલમાં લગ્ન વખતે ઘણા બધા લોકો ઘરમાં આવે છે, જે તમામ રીતની નેગેટીવ એનર્જી લઈને આવતા હોય છે. જેનાથી મોટેભાગે ઘરમાં દુલ્હા દુલ્હનની નજર પણ રોજ ઉતારવામાં આવતી હોય છે. લોકોની ખરાબ નજોરથી દુલ્હા દુલ્હનને બચાવવા માટે આ વિધિ કરવામાં આવે છે. આ વિધિ થઈ ગયા પછી તેમને ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી. વળી હલ્દીમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાને લીધે તે તમને તમારી લાઈફના બેસ્ટ દિવસે તમારા રૂપને નિખારવામાં મદદ કરે છે. હલદી દર્દને દૂર કરવાના રૂપમાં પણ કાર્ય કરે છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp