2018મા નહીં આપવામાં આવે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર, જાણો કારણ

PC: voiceofpeopletoday.com

69 વર્ષોમાં પહેલી વખત થઈ રહ્યું છે કે સાહિત્ય નોબેલ પુરસ્કાર આપવામાં આવશે નહીં. તેની પાછળનું કારણ એક જ્યૂરી આરોપોમાં પડવાનું છે. રિપોર્ટ્સ પ્રમાણે એક જ્યૂરી મેમ્બરના પતિ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પરંતુ આ સત્ય સામે આવા પર જ્યૂરી મેમ્બરને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ તેનું નુકસાન પુરસ્કાર પ્રક્રિયાને પણ થઈ રહ્યું છે. અલસમાં કવિયિત્રી ફ્રોસ્ટેનસન સ્વીડિશ એકેડમીની જ્યૂરી મેમ્બર હતી અને આરોપ એ છે કે તેના પદનો ફાયદો ઉઠાવીને તેમના પતિ જીન ક્લાઉડ અર્નોલ્ટે મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું. પતિ અરનોલ્ટ પર પણ '#Me Too' કેમ્પેઈન દરમિયાન 18 મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ થયેલા કેસમાં તપાસ પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp