ભારત સિવાય આટલા દેશોમાં બોલાય છે હિન્દી

PC: beetelbite.com

દેશભરમાં 14મી સપ્ટેમ્બરે જોરશોરથી હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી ભાષાનો ઈતિહાસ સદીઓ જૂનો છે અને ભારતના સૌથી વધુ રાજ્યોમાં હિન્દી ભાષા બોલાય છે, જેને કારણે હિન્દીને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો પણ મળ્યો છે. હાલના આંકડા પ્રમાણે દેશના સાડા ચાર કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા હિન્દી છે. તો તેર કરોડથી વધુ લોકોની બીજી ભાષા હિન્દી છે. મૂળ તો હિન્દી શબ્દ ફારસી શબ્દ હિન્દ પરથી લેવાયો છે, જેનો અર્થ થાય છે કે સિન્ધુ નદીના મેદાનોમાં વસનારા લોકોની ભાષા.

આજે અમે તમને એવા કેટલાક દેશોની વાત કરવાના જે દેશોમાં પણ હિન્દીને ભારત જેટલું જ માન આપવામાં આવે છે અને તેનો ભારત જેટલો જ દબદબો છે. આ યાદીમાં નેપાળ સૌથી પહેલાં ક્રમે આવે છે કારણ કે ભારત પછી નેપાળ એવો દેશ છે, જ્યાં સૌથી વધુ લોકો હિંદી બોલે છે. જોકે આઠ મિલિયનથી વધુ લોકો હિન્દી બોલતા હોવા છતાં, નેપાળમાં હજુ સુધી હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો નથી મળ્યો. પાછલા કેટલાક વર્ષોથી નેપાળની સંસદમાં આ સંદર્ભે ચર્ચા થઈ રહી છે. બની શકે કે આવનારા સમયમાં નેપાળમાં હિંદીને નેપાળની ઑફિસિયલ ભાષાનો દરજ્જો મળે.

તો યુએસએ એવો ત્રીજો દેશ છે, જ્યાં હિન્દી ભાષા બોલનારા સૌથી વધુ લોકો રહે છે. અમેરિકામાં હિન્દીને અગિયારમી સૌથી લોકપ્રિય ભાષનો દરજ્જો મળ્યો છે. જોકે ભારતથી ગયેલા તમામ લોકો ત્યાં હિન્દી ભાષી જ મનાય છે! એ સિવાય મોરિશસમાં એક તૃતિયાંશ લોકો હિન્દી બોલે છે. એક સદી પહેલાં ભારતીય મજૂરો મોટાપ્રમાણમાં ફીજી પહોંચવાને કારણે ફીજીમાં પણ મોટાપાયે હિન્દી બોલાય છે. મજાની વાત એ છે કે ફીજીમાં જે હિન્દી બોલાય છે, એમાં બીજી ભારતીય ભાષાના શબ્દો અને ત્યાંની સ્થાનિક ભાષાનો શબ્દો પણ સામેલ છે, જેને કારણે ત્યાંની હિંદી અત્યંત જુદી અને ઘણી રસપ્રદ છે.  પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ અનુક્રમે ઉર્દૂ અને બંગાળી પછી મોટાભાગના લોકો હિન્દીનો પ્રયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp