દુનિયાનું સૌથી જૂનું બંદર ગુજરાતમાં અહીં હતું, પર્યટન માટે 500 કરોડનો ખર્ચ કરાશે

PC: khabarchhe.com

 ગુજરાતના લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવવામાં આવશે. લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું. મેરિટાઇમ ક્ષેત્ર ભારત માટે નવું નથી. દેશ અને દુનિયા સામે મુકવા માટે લોથલમાં અંદાજે 400 થી 500 કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ કોમ્પલેક્ષ તૈયાર કરાશે. જેમાં મેરીટાઈમ ઇતિહાસ, સંબંધિત રેપ્લિકાઓ, તેની સાથે સંકળાયેલા પુરાવાઓ, મેરિટાઇમ સંશોધનો અને સંસાધનો દર્શાવાશે.  ગુજરાતમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગનો ઉદ્યોગ વિકસેલો છે.

ગુજરાતમાં મહત્વના બંદરો આવેલા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે આ પ્રકારનું મેરીટાઇમ પાર્ક ઊભું કરવાથી મેરીટાઇમ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. દરિયા ખેડુઓ (Seafarers)ની સંખ્યા અંદાજે 2014 માં 94000 હતી તે વધીને આજે 2,14,000 સુધી પહોંચી ગઈ છે. મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, વિશાખાપટ્ટનમ અને ગોવા એમ પાંચ સ્થળોએ ક્રુઝ ટર્મિનલ બનાવી રહ્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થશે. 

શું છે લોથલમાં 

અમદાવાદથી 81  કિલોમીટર દૂર આપેલી આ જગ્યા ઇસ્વી સન પૂર્વે 2300ની છે. અહીં તે સમયે મોટું બંદર હતું જ્યાં 50થી 60 વહાણો લાંગરતા અને દુનિયાના દેશોમાં વેપાર થતો. આ સાઇટ એસ.આર. રાવે 1955માં શોધી હતી. ત્યારપછી અહીં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ સાઇટ અને મ્યુઝિયમની દેખરેખ કરી છે. લોથલનો અર્થ થાય છે મૃત્યુની જગ્યા. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર આ જગ્યા સાબરમતી અને અરબ સાગરના સંગમ પર હતી. સાબરમતીમાં મોટું પૂર આવવાને કારણે લોથલ શહેર નષ્ટ થઇ ગયું. ત્યારપછી તે મૃત્યુની જગ્યા તરીકે ઓળખવાવા લાગ્યું. આજે પણ ત્યાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે પરંતુ તેનું જેટલું મહત્ત્વ છે તે પ્રમાણે તેનો વિકાસ કરાયો નથી. હવે જો ત્યાં મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ વિકસે તો તે દુનિયાભરમાં 

 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp