ઝીરો મ્યૂઝીક ફેસ્ટિવલ 2018: આ જગ્યાએ શરૂ થશે મ્યૂઝીકનો મહાકુંભ

PC: noiseprn.com

અરૂણાચલ પ્રદેશ નોર્થ ઈસ્ટનું સુંદર રાજ્ય છે. અહીં ઝીરો વેલી જેટલી તેની સુંદરતા માટે વખણાય છે એટલી જ તે મ્યૂઝીક માટે પણ પ્રખ્યાત છે. 27થી 30 સપ્ટેમ્બર સુધી અહીં ઝીરો મ્યૂઝીક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો સૌથી મોટું અને કુલ આઉટડોર મ્યૂઝીક ફેસ્ટિવલ છે.

Ziro Festival of Music 2017

All the happy moments that made #zfm2016 so special. Tag people, bands and artists you can recognise in this video :) #zfm2017 #musicmakesusone #zfm2016 #wasthatmeinthevideo #whatwasidoing music: #yesterdrive video: haider hussain beig

Posted by Ziro Festival of Music on Friday, 28 April 2017

ખાસ આકર્ષણ

આ મ્યૂઝીક ફેસ્ટિવલમાં માત્ર અરૂણાચલ પ્રદેશ અને નોર્થ ઈસ્ટનાં જ બેસ્ટ મ્યૂઝીક બેન્ડ્સ અને આર્ટસ્ટ્સ પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. આ મ્યૂઝીક ફેસ્ટમાં તમને જેઝથી લઈને પોપ, ફંક, ફ્યુઝન, હિપ-હોપ, ગ્રંજ જેવી વિવિધ શૈલીનું મ્યૂઝીક સાંભળવા મળશે. સાથે જ ફેસ્ટ દરમિયાન મળતું ખાવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જો તમે આ મ્યૂઝીક ફેસ્ટનો ભાગ બનવા માટે ઝીરો વેલી જવાનાં હો તો અહીંની સુંદરતાનો પણ આનંદ માણજો.

સુકન્યા રામગોપાલથી લઈને કલર્ડ કીઝ જેવા મોટા નામો સામેલ

ઝીરો ફેસ્ટિવલ ઓફ મ્યૂઝીક 2018માં ઘણાં ફેમસ અને પ્રતિભાશાળી આર્ટિસ્ટ અને બેંડ સામેલ થશે. જેમાં સુકન્યા રામગોપાલ, ફંક (func), તકર નાબામ ટ્રાયો, ડ્યૂડ્રોપ્સ, ગોલે ભાઈ, કલર્ડ કીઝ, સર્ચ એન્ડ ફાઉન્ડ જેવા મોટાં નામો સામેલ છે. આ ફિસ્ટિવલની ટિકિટ ઓફિશિયલ વેબસાઈટ પર એવેલેબલ છે અને તમે ઈચ્છો તો તેને ઓનલાઈન પણ બુક કરાવી શકો છો. ટિકિટનો ભાવ પ્રતિ વ્યક્તિ અને દિવસનાં આધારે રાખવામાં આવી છે. તમે ઈચ્છો તો 1 દિવસની ટિકિટ પણ લઈ શકો અને 4 દિવસનો પાસ પણ.

કેવી રીતે પહોંચશો ઝીરો વેલી?

ઝીરો વેલી સુધી પહોંચવા માટેનો સૌથી સરળ રસ્તો છે એરવે. ગુવાહાટીથી ઝીરો વેલી 450 કિલોમીટર દૂર છે. ગુવાહાટી એરપોર્ટથી ઝીરો વેલી પહોંચવા માટે આશરે 10 કલાક જેટલો સમય લાગશે. આ ઉપરાંત, તમે અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી ઝીરો વેલીની બસમાં પ્રવાસ કરી શકો છો. નજીકનાં રેલવે સ્ટેશનની વાત કરી તો નાહરલગુન, ઝીરો વેલીથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે, જ્યાંથી ઝીરો વેલી પહોંચવામાં 3 કલાકનો સમય લાગે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp