વિધાનસભાની ચૂંટણી અગાઉ 500 ડૉક્ટરોએ એક સાથે લીધી ભાજપની સભ્યતા

PC: twitter.com/BJP4Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ રવિવારે રાજ્યના 500 ડૉક્ટર ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયા હતા. આ અવસર પર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. છેલ્લા 3 દશકોથી ગુજરાતમાં ભાજપની જ સરકાર છે. આ વખત ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી (AAP)નો પડકાર છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે અમારી પાર્ટીનું કેડર સક્રિય રહે અને આ જ એક કારણ છે કે અમે 1 મેના રોજ સાર્વજનિક રજા હોવાના કારણે 1 મેથી 4 મે સુધી કોઈ પણ કાર્યક્રમ આયોજિત ન કરવાનો નિર્ણય લીધો હતો. આ એકમાત્ર બ્રેક હશે જે પાર્ટીના કાર્યકર્તાઓનો હશે. ત્યારબાદ ગુજરાત માટે ચૂંટણીની લડાઈમાં સક્રિય થઈ જશે. આગામી 6 મહિનામાં પાર્ટી બધા કાર્યકર્તાઓને રોકાયા વિના કામ કરવાનું છે, કેમ કે આપણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની જરૂરિયાત છે.

વિધાનસભાની ચૂંટણીના હવે થોડા જ મહિના બચ્યા છે, એટલે રાજ્યમાં ચૂંટણીની હલચલ પણ તેજ થઈ ગઈ છે જેમ કે, થતું રહ્યું છે, ચૂંટણી પહેલા નેતાઓનો પાર્ટી બદલવાનો દોર પણ ઝડપથી ચાલી રહ્યો છે કેમ કે, રાજ્યમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે એટલે ભાજપમાં સામેલ થનારા નેતાઓની લાઇન લાગી છે. આ અઠવાડિયે આદિવાસી વિસ્તારમાંથી આવનારા કોંગ્રેસના જૂના નેતા અશ્વિન કોટવાલે ભાજપનો હાથ પકડી લીધો. ખેડબ્રહ્મા સીટ પરથી 3 વખતના ધારાસભ્ય રહેલા અશ્વિન કોટવાલે ભાજપમાં સામેલ થતા જ કહ્યું હતું કે તેઓ કોંગ્રસની કાર્યપ્રણાલીથી ખુશ નથી.

અશ્વિન કોટવાલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ, લોકો વચ્ચે લોકપ્રિય નેતાને ટિકિટ આપવાની જગ્યાએ તેમની નજીકના અને વફાદાર લોકોને ટિકિટ આપવાનું પસંદ કરે છે. અશ્વિન કોટવાલે કહ્યું હતું કે તેમને આશા નહોતી કે કોંગ્રેસ તેમને આ વખત ટિકિટ આપશે, એટલે તેમણે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 49 ટકા વૉટ શેર સાથે રાજ્યની 99 સીટ પર જીત હાંસલ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસને 77 સીટ મળી હતી. વિપક્ષમાં રહેવા છતા કોંગ્રેસ પોતાના નેતાઓને સંભાળી શકી નથી અને હાલમાં ગુજરાત વિધાનસભામાં તેની સંખ્યા ઘટીને 63 રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp