26th January selfie contest

PM મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, કેજરીવાલ અને જેપી નડ્ડાના ગુજરાતમાં ધામા

PC: ommcomnews.com

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજી છ-સાત મહિનાની વાર છે ત્યારે રાષ્ટીય નેતાઓને તેમના ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. બળબળતી ગરમીની મોસમમાં પણ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

આદિવાસી વિસ્તારની બેઠકો જાળવી રાખવાના ભાગરૂપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી રેલીને સંબોધન કરશે. એવી જ રીતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ રેલી સંબોધન કરશે અને પાર્ટીના નેતાઓ સાથે સ્ટેટેજી ગોઠવશે. તેઓ રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11મીએ સાંજે પાંચ કલાકે જાહેર સભા કરશે.

રાહુલ ગાંધી આગામી 10મી મેના રોજ ગુજરાત પ્રવાસે છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યક્રમનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાના આ આદિવાસી સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંઘી દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત 1.50 લાખ કાર્યકરો  સંબોધિત કરશે.

બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી શકે છે. તેઓ રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમની વિગતો વડાપ્રધાન કાર્યાલય દ્વારા માગવામાં આવી છે. 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.

આ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યક્રમ પણ નક્કી થઇ રહ્યો છે. જેપી નડ્ડા અગાઉ વડોદરા આવ્યા હતા અને હવે તેઓ દક્ષિણ ગુજરાતના સુરતમાં જઇ રહ્યાં છે, તેઓ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના ભાગરૂપે 7મી મે ના રોજ કડોદરામાં આવવાના છે. જ્યારે અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવશે. હવે ગુજરાત ભાજપના સાંસદો કે જેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેલા છે તેઓ ધીમે ધીમે ગુજરાતનો પ્રવાસ ગોઠવી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp