રાજકોટમાં કેજરીવાલે સી.આર.પાટીલ પર જ કેમ સતત નિશાનો સાધ્યો

PC: amarujala.com

રાજકોટના શાસ્ત્રીનગર ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે સાંજે સભા કરી હતી. તેમણે આપેલા ભાષણમાં સતત કેજરીવાલે સતત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પર નિશાનો સાધ્યો હતો.

કેજરીવાલે કહ્યું કે હાલમાં જ સી.આર. પાટિલે પણ દિલ્હીનો મહાઠગ કહ્યો હતો. હવે તમે જ કહો કે શું હું ઠગ છું. બધા હાથ ઊંચા કરીને બતાવે, લોકોને આવો સવાલ કરીને તેમણે બીજો સવાલ એ કર્યો કે શું સી.આર. પાટિલ ઠગ છે. લોકોએ તેનો પણ જવાબ હાથ ઉંચા કરીને આપ્યો હતો. તમે સમજી જ શકશો કે બન્ને સવાલોના જવાબ લોકોએ કઇ રીતે આપ્યા હતા.

કેજરીવાલે શિક્ષણ, વીજળી, રોજગાર સહિતના મુદ્દાઓ ઉપસ્થિત કરીને કહ્યું કે 27 વર્ષથી સરકારમાં રહેલી ભાજપ પાર્ટીએ કેમ આટલા વર્ષો સુધી સુધારો ન કર્યો.

કેજરીવાલે તેમના ભાષણમાં ઓછામાં ઓછા 5 વાર સી.આર. પાટિલ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે પરંતુ રાજ તો સી.આર. પાટિલનું જ ચાલે છે.

કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકોએ એક વાર તેમને તક આપવી જોઇએ. જો તેમનું કામ પસંદ ન આવે તો પછી ભલે ભાજપને મત આપે.
કેજરીવાલે એવી જાહેરાત પણ કરી કે જો તેમની સરકાર આવશે તો ગુજરાતના વૃદ્ધોને મફતમાં તીર્થ યાત્રા કરાવશે.

ઉલ્લેનીય છે કે થોડા દિવસ અગાઉ જ કેજરીવાલ ભરૂચ આવ્યા હતા. ત્યાં તેમણે સી.આર. પાટિલ પણ નિશાન સાધતા કહ્યું હતું કે ગુજરાતમાં કોઇ એક વ્યક્તિ પણ ગુજરાતી ન મળ્યો કે મરાઠીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. તેની સામે સી.આર. પાટિલે તાજેતરમાં કહ્યું હતું કે દિલ્હીથી એક મહાઠગ ગુજરાત આવે છે. તેની જાળમાં ફંસાતા નહીં.

એટલે રાજકોટમાં કેજરીવાલે તેનો જવાબ આપતા હોય તે રીતે લોકો પાસે જ સી.આર. પાટિલ ઠગ છે એવું બોલાવ્યું હતું.

જાણકારો કહે છે કે સી.આર. પાટિલ પર નિશાન સાધવા પાછળ કેજરીવાલની સ્ટ્રેટેજી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી શકે નહીં કારણ કે તેમનું મોટું ફેન ફોલોઇંગ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તો તાજેતરમાં જ બન્યા છે એટલે તેમની ઉપર નિશાન સાધવાનો મતલબ નથી. એટલે સી.આર. પાટિલ એક સોફ્ટ ટારગેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp