5 વર્ષ મફત અનાજની જાહેરાત કરતા PM મોદી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

PC: naidunia.com

TMCના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ પ્રધાનમંત્રી મોદી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે PM મોદી પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. મામલો છત્તીસગઢના દુર્ગમાં BJPની રેલીથી જોડાયેલો છે. 4 નવેમ્બરના રોજ આ રેલીમાં પ્રધાનમંત્રીએ મફ્ત રાશન યોજનાને 5 વર્ષ સુધી વધારવાની જાહેરાત કરી હતી. સાકેત ગોખલેનો દાવો છે કે, ચૂંટણી પંચના નિયમોના હિસાબે આ ખોટું છે.

સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચ સાથે કરેલી ફરિયાદનો લેટર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ 4 નવેમ્બરે મફ્ત રાશન કાર્યક્રમ આવતા 5 વર્ષ સુધી વધારવાની જાહેરાત કરી છે. આ એક નીતિગત નિર્ણય છે જેની જાહેરાત ક્યારેય પણ કરી શકાય એમ હતી. પણ PM મોદીએ આની જાહેરાત ભાજપાની એક ચૂંટણી રેલી દરમિયાન કરી.

TMC સાંસદે આગળ લખ્યું કે, ચૂંટણી પંચના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી સમયે કોઇ મંત્રી દ્વારા આવી જાહેરાતો કરવી રાજ્ય મશીનરીનો ઉપયોગ કરીને મતદાતાઓને અનુચિત રૂપે પ્રભાવિત કરવાનું છે.

પ્રધાનમંત્રીએ શું કહ્યું હતું

દુર્ગ રેલી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વાયદો કર્યો કે, કોરોના મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આવતા 5 વર્ષ સુધી વધારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોરોના સંકટ આવ્યું ત્યારે ગરીબની સૌથી મોટી ચિંતા હતી કે તેઓ પોતાના બાળકોને શું ખવડાવશે. ત્યારે મેં નક્કી કર્યું કે એકપણ ગરીબને ભૂખ્યો ન સૂવા દઇશ. માટે ભાજપા સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરી. આ યોજના ડિસેમ્બરમાં સમાપ્ત થઇ રહી છે. દેશના ગરીભ ભાઈ-બહેનોને દુર્ગની ધરતીથી કહેવામાં માગુ છું કે, મેં નિશ્ચય કરી લીધો છે કે દેશના 80 કરોડ ગરીબોને ફ્રી રાશન આપનારી આ યોજનાને ભાજપા સરકાર આવતા 5 વર્ષ માટે લંબાવશે.

આ રેલીમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના માટે દેશમાં સૌથી મોટી જાતિ ગરીબ છે અને તેઓ તેમના સેવક છે. માટે ભાજપા દ્વારા બહાર પાડવામાં આવેલા મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાઓ અને ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp