Ducatiએ પોતાની સૌથી સસ્તી બાઈકનું નવું વર્ઝન લોન્ચ કર્યું

PC: motorcycle-usa.com

સુપરબાઈક બનાવનારી ઈટલીની કંપની Ducatiએ આ વર્ષે ભારતમાં પોતાની ઘણ બધી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. કંપનીએ 2017ના અંતમાં પોતાની એન્ટ્રી લેવની બાઈક Ducati Scramblerનું નવું વેરિયેન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ Ducati Scrambler Mach 2.0ની કિંમત 8.52 લાખ નક્કી કરી છે. આ બાઈક Ducati Scrambler સીરિઝની સૌથી સસ્તી બાઈક છે. Ducatiની બાઈકની કિંમત 60 લાખ રૂપિયા સુધી જાય છે.

બાઈકના લુકમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં સ્પેશિયલ પેન્ટ સ્કીમ પણ શામિલ છે. બાઈકમાં એલ્યુમિનીયમ હેંડલબાર, બ્લેક અક્ઝોસ્ટ, સિલીન્ડર હેડ કવર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના વર્ઝનમાં 250cc  સિંગલ સિલીન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. બાઈકમાં 803cc નું ટ્વિન એન્જિન આપવામાં આવ્યું છે, જે 73 bhp અને 67 nmનો ટોર્ક જનરેટ કરે છે.

આ બાઈકનો સીધો મુકાબલો Triumph Street Triple S સાથે થશે. જેમાં 937cc નો ટેસ્ટાસટ્રેટા 11 એલ ટ્વિન લિક્વીડ કુલ્ડ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ એન્જિન 113 psનો પાવર અને 95 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આની એક્સ શોરૂમ કિંમત 13.5 લાખથી શરૂ થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp