પહેલી એવી કાર જેમાં નહીં હોય બ્રેક કે સ્ટીયરિંગ

PC: twitter.com/GM

અત્યારસુધી તો તમે ફિલ્મોમાં કારને ઉડતી જોઈ હશે. કોઈ ડ્રાઇવર વગર ચાલતી કાર પણ જોઈ હશે, પરંતુ હવે એક એવી કાર આવી રહી છે, જે વિશે જાણીને તમે એકવારમાં વિશ્વાસ નહીં કરો. વાત એવી છે કે, આ કારને અમેરિકાની ફેમસ વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સ લાવી રહી છે, જેમાં ગિયર પણ નહીં હોય, બ્રેક પણ નહીં હોય અને સ્ટીયરિંગ પણ નહીં હોય. આ કાર સંપૂર્ણપણે ઓટોનોમસ હશે.

ઓટોનોમસ એટલે કે, તમારે કારમાં કઈ કરવાની જરૂર નથી. બસ તમારે કારમાં બેસવાનું છે અને કાર ચાલવા લાગશે. આ અંગે જનરલ મોટર્સ કંપનીએ ટ્વીટ પણ કરી હતી અને લખ્યું હતું કે, ‘એવી દુનિયા વિશે વિચારો જ્યાં કોઈ કાર દુર્ઘટના જ ન થાય. સ્ટીયરિંગ વ્હીલ અને પેડલ્સને સુરક્ષિત રૂપે કાઢીને ફોર્થ જનરેશનની સેલ્ફ ડ્રાઇવિંગ Cruise AV અમારા ઝીરો એક્સિડન્ટ વીઝનમાં મદદ કરી શકે છે.’

કહેવાય છે કે, કંપનીએ આ કારનું પ્રોડક્શન મૉડલ તૈયાર કરી લીધું છે. અમેરિકાના પરિવહન વિભાગની મંજૂરી પેન્ડિંગ છે. આ પરમિશન મળતા જ 2019મા કારનું રોડ ટેસ્ટિંગ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp