HONDAએ લોન્ચ કરી 650ccની બાઇક, કિંમત છે ₹7.30 લાખ

PC: honda2wheelersindia.com

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે નવી CBR 650F બાઇક ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઇકની નવી દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 7.30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ નવી મિડલવેઇટ બાઇક મિલેનિયમ રેડ અને મેટ ગનપાવડર બ્લેક મેટેલિક કલરમાં લોન્ચ કરવામાં આવી છે. બાઇકમાં પાવર માટે 649ccનું ઇનલાઇન 4 સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ 85.42bhpનો પાવર અને 60.4 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.