24 ઓક્ટોબરે Honda લોન્ચ કરશે Gold Wing

Hondaએ પોતાની નવી મોટરસાઇકલ Gold Wingનો નવો ટીઝર વીડિયો રીલિઝ કર્યો હતો. આ પહેલાં ટીઝરમાં Hondaએ સ્પષ્ટ નહોતું કર્યું કે, બાઇક ગોલ્ડ વિંગ હશે. આ બાઇક 24 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. આ બાઇક લાંબા અંતરનો પ્રવાસ કાપવા માટે સ્પેશિયલ છે. Hondaની આ નવી બાઇકમાં DTC એટલે કે ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશન હશે. બાઇકમાં કી-લેસ ઇગ્નિશન, હીટેડ ગ્રિપ્સ અને સીટ, ઓડિયો અને ફોન કનેક્ટિવિટી, ક્રૂઝ કન્ટ્રોલ, સેટેલાઇટ નેવિગેશન જેવા ફીચર આપવામાં આવશે. હજુ સુધી આ બાઇકની કિંમત અંગે કોઈ જાણકારી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.