Lexusએ ભારતમાં લોન્ચ કરી પોતાની નવી સિડાન કાર, કિંમત છે ₹1.77 કરોડ

PC: lexus.com

લક્ઝરી કાર બ્રાન્ડ Lexusએ માર્ચ 2017મા ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યાર બાદ તેમની એક પછી એક કાર લોન્ચ થઈ રહી છે. આજે કંપનીએ ભારતમાં પોતાની ફ્લેગશીપ સિડાન LS 500h લોન્ચ કરી દીધી ચે. આ 5મી જનરેશન લક્ઝરી સિડાન કાર છે અને Lexusએ આની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત 1.77 કરોડ રૂપિયા રાખી છે. આ એક સ્ટાઇલીસ સિડાન છે, જેમાં શાર્પ કેરેક્ટર લાઇન્સ, Led હેડલેમ્પ્સ અને 20 ઈંચના એલોય વ્હીલ્સ ખાસ છે. આ ફીચર્સને લીધે કારને પ્રીમિયમ લૂક મળે છે.

https://www.lexus.com/cm-img/gallery/2018/2018LS/Lexus-LS-interior-art-wood-herringbone-overlay-1204x677-LEX-LSH-MY18-0030-d.jpg

આમાં એર સસ્પેન્શન પણ છે અને હાઇબ્રિડ ફોર્મ પર પણ આ કાર અવેલેબલ હશે. આમાં V6 પેટ્રોલ હાઇબ્રિડ યુનિટ આપવામાં આવ્યું છે. Lexus LS 500hમા 3.5 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે બે ઇલેક્ટ્રિક મોટર્સથી લેસ છે. આ મોટર્સ 310.8kVની લિથિયમ આયર્ન બેટરીથી પાવર લે છે. જે મળીને 354bhpનો પાવર આઉટપુટ આપે છે. પાછળના વ્હીલ્સમાં 10 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મારફતે પાવર પહોંચે છે. આ કાર 5.4 સેકેન્ડ્સમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp