અયોધ્યા ચૂકાદા મુદ્દે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે લીધો આ નિર્ણય

PC: ANI

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું છે કે, અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરુદ્ધ તેઓ પુનર્વિચાર યાચિકા એટલે કે રિવ્યૂ પિટિશન ફાઇલ કરશે. આ સિવાય ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે એવું પણ કહ્યું છે કે, તેમને મસ્જિદની જગ્યાએ બીજી જગ્યાએ અપાનારી 5 એકર જમીન મંજૂર નથી.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું કહેવું છે કે, તેઓ બીજી જમીન મેળવવા માટે કોર્ટમાં નહોતા ગયા, તેમને એ જ જમીન જોઇએ છે, જ્યાં બાબરી મસ્જિદ બની હતી.

લખનૌમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની આજે લાંબી બેઠક થઇ હતી. આ બેઠક પહેલા નદવા ઇસ્લામિક સેન્ટરમાં થવાની હતી, પરંતુ એક શૈક્ષણિક સંસ્થામાં મીટિંગ કરવી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્યોને પસંદ ન આવતા પછી બેઠક લખનૌના મૂમતાઝ કોલેજમાં કરવામાં આવી હતી.

બેઠક બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આ ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર પિટિશન ફાઇલ કરવામાં આવશે. મસ્જિદની જમીનના બદલે મુસલમાન કોઇ બીજી જમીનનો સ્વીકાર ન કરી શકે અને ન્યાયહિતમાં મુસલમાનોને બાબરી મસ્જિદની જમીન આપવામાં આવે. મુસલમાન કોઇ બીજા સ્થાન પર પોતાનો અધિકાર લેવા માટે સુપ્રીમ કોર્ટ નહોતા ગયા, પરંતુ મસ્જિદની જમીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp