અયોધ્યા ચૂકાદા મામલે આવ્યું કોંગ્રેસનું નિવેદન, જાણો શું કહ્યું

PC: thehansindia.com

અયોધ્યા ચૂકાદા મામલે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ કહ્યું, અયોધ્યા મામલે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમે સન્માન કરીએ છે. હવે લોકોએ શાંતિ જાળવી રાખવાની જરૂર છે.

CWCની બેઠક પછી તેમણે કહ્યું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છે. અમે રામ મંદિરના પક્ષમાં છે.

પાર્ટીએ કહ્યું, અમે દરેક સંબંધિત પક્ષો અને સમુદાયોને અપીલ કરીએ છે કે, બંધારણમાં સ્થાપિત સર્વધર્મ સમભાવ તથા ભાઈચારાના મૂલ્યોને નિભાવી શાંતિનું વાતાવરણ જાળવી રાખે. દરેક ભારતીયોની જવાબદારી છે કે આપણે સદીઓ જૂની પરંપરાનું સમ્માન અને એકતાની ભાવનાને જીવંત રાખે.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચે નિર્ણય સંભળાવી દીધો છે. અયોધ્યા ચુકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકરની અલગથી જમીનની ફાળવણી કરવામાં આવશે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે. 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો.

મુસ્લિમ પક્ષ એ સાબિત ન કરી શક્યું કે તેમની પાસે માલિકી હક હતો. વિવાદિત ઢાંચાની જમીન હિંદુઓને આપવામાં આવશે. મંદિર માટે ટ્રસ્ટ બનાવશે સરકાર. મુસલમાનોને મસ્જિદ માટે બીજી જગ્યા આપવામાં આવશે. મુસ્લિમ પક્ષ જમીનનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહી. સાથે જ કોર્ટે ચોખવટ કરી કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.

જોકે, સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું, તેઓ આ મામલે પુર્નવિચાર માટે અરજી દાખલ કરશે.

આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ વર્ષ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp