5 એકર જમીન લેવી જોઇએ કે નહીં? જમીયત પ્રમુખે જાણો શું કહ્યું

PC: assettype.com

દેશના મોટા મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીને કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે જે 5 એકરની જમીન મસ્જિદ માટે ફાળવી છે તેને સુન્ની વક્ફ બોર્ડે લેવી જોઈએ નહિ. સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તે ઘણાં જાણકારોની સમજની બહાર છે.

મદનીએ કહ્યું હતું કે, અમે વારે વારે કહેતા રહ્યા કે કાયદા અને સાબિતીના આધારે જે પણ નિર્ણય લેવામાં આવશે તેનું અમે સન્માન કરીશું. પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે જાણકારોના સમજની બહાર છે.

તેમણે કહ્યું કે, ચૂકાદામાં એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદ મંદિર તોડીને બનાવાયું નથી. એવું પણ કહેવાયું કે મૂર્તિ રાખનારા આરોપી છે અને મસ્જિદ તોડનારા પણ આરોપી છે. પણ હવે તે જ લોકોને બાબરી મસ્જિદવાળી જમીન આપી દેવામાં આવે છે.

અરશદ મદનીએ કહ્યું હતું કે, દેશના બંધારણે અમને જે શક્તિઓ આપી છે, તેના આધારે અમે છેલ્લી ઘડી સુધી ન્યાય માટે લડાઈ લડી છે. તમામ પુરાવાઓ એકત્રિત કર્યા અને કોર્ટની સમક્ષ રજૂ કર્યા. અમને આશા હતી કે ચૂકાદો અમારી તરફેણમાં જ આવશે.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચે નિર્ણય સંભળાવ્યો હતો. અયોધ્યા ચૂકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકરની અલગથી જમીનની ફાળવણી કરવામાં આવશે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે. 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ કોર્ટે ચોખવટ કરી હતી કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવ્યો છે. તો નિર્મોહી અખાડા અને શિયા સુન્ની વક્ફ બોર્ડના દાવાને કોર્ટે ફગાવી દીધા હતા.

આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ વર્ષ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp