અયોધ્યા ચૂકાદા મામલે સુન્ની વક્ફ બોર્ડે લીધો મોટો નિર્ણય

PC: encrypted-tbn0.gstatic.com

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને સુન્ની વક્ફ બોર્ડની બેઠક યોજાઈ હતી. બોર્ડની મીટિંગમાં 7માંથી 6 સભ્યોએ રિવ્યૂ પિટીશન નહિ દાખલ કરવાની વાત કરી હતી. એક જ સભ્યએ તેનો વિરોધ કર્યો છે. બહુમતમાં નિર્ણય લેવામાં આવ્યો કે, સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ નહિ કરશે. જોકે, એ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી નથી કે મસ્જિદ માટેની 5 એકરની જમીન લેવી જોઈએ કે નહિ.

સુન્ની વક્ફ બોર્ડના સભ્ય અબ્દુલ રજ્જાકે કહ્યું, બોર્ડ રિવ્યૂ પિટીશન દાખલ કરશે નહિ. બેઠકમાં એકમાત્ર તે જ હતા જેમણે રિવ્યૂ પિટીશન દાખલ કરવાના પક્ષમાં વાત કરી હતી. પણ બોર્ડે 6-1થી બહુમતથી પોતાનો નિર્ણય લીધો છે. મસ્જિદની જમીનને લઈને બેઠકમાં કોઈ વાત થઈ નથી. જ્યારે સરકાર જમીન બાબતે ઓફર કરશે ત્યારે નિર્ણય લેવામાં આવશે.

સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન જફર ફારૂકી પહેલા જ કહી ચૂક્યા છે કે, બોર્ડે કોર્ટનો આદેશ માની લેવો જોઈએ. જોકે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની રિવ્યૂ પિટીશન કર્યા પછી હવે સુન્ની વક્ફ બોર્ડ પણ બે ખેમામાં વહેંચાઈ ગયું છે. એક પક્ષ પિટીશન દાખલ કરવાની વાત કરી રહ્યું છે તો અન્ય પક્ષ રિવ્યૂ પિટીશન દાખલ કરાવવાના વિરોધમાં છે.

જફર ફારૂકીની વાતથી અબ્દુલ રજ્જાક અને અન્ય સભ્યો સંમત નથી. તેમના અનુસાર, સુન્ની વક્ફ બોર્ડે રિવ્યૂ પિટીશન કરાવવી જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં ઘણાં વિરોધાભાસ છે. સાથે જ 5 એકરની જમીન પણ લેવી જોઈએ નહિ. કારણ કે એક મસ્જિદની અવેજમાં બીજી મસ્જિદ બનાવી શકાય નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp