રામ મંદિર માટે ટ્ર્સ્ટની રચના સરકારની જવાબદારી પરંતુ VHPએ સાથે કરી માગ

PC: livehindustan.com

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ રામ મંદિર નિર્માણ માટે યોજના તૈયાર કરવામા આવી રહી છે. વિશ્વ હિંદુ પરિષદે પ્રસ્તાવિત રામ મંદિર નિર્માણમાં યોગદાન આપવા માટે નિર્ણય કર્યો છે. વિશ્વ હિંદુ પરિષદે યોજના બનાવી છે કે, પબ્લિક ફંડની મદદથી મંદિરનું નિર્માણ કરવામાં આવશે. પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી રામ ભક્તોનો સંપર્ક કરવામાં આવશે. અયોધ્યા આંદોલન કેટલાય હિંદુઓની આસ્થા સાથે જોડાયેલું હતું.

આ યોજનામાં કારસેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના વ્યવસ્થિત રીતે ટૂંક જ સમયમાં તૈયાર થઈ જશે. જે માટે યોગ્ય સૂચના જાહેર કરવામાં આવશે. ત્રણ મહિનામાં તૈયાર થનારા ટ્રસ્ટ પર પરિષદે સલાહ આપી છે કે, ભક્તોની પ્રતિકાત્મક ભાગીદારીની પણ સુવિધા ઊભી કરવામાં આવે. જેમાં દેશના તમામ 718 જિલ્લાઓમાંથી રામભક્તોને અહીં બોલાવવામાં આવશે અને નિર્માણ કામમાં મદદ લેવામાં આવશે. પરિષદ નેતૃત્વના અંતર્ગત કારસેવા આંદોલનનો એક મહત્ત્વનો ભાગ હતી. જેમાં લાખોની સંખ્યામાં કાર સેવક 1990 અને પછી 1992માં અયોધ્યા આવ્યા હતા. જેના બીજા તબક્કામાં બાબરી મસ્જીનો ઢાંચો ધ્વંસ થયો હતો. પરિષદના પદાધિકારીઓએ દિલ્હીમાં ક્રાઉડ ફડિંગ યોજનાની ખાતરી આપી છે.

પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, આ યોજના અંગે કોઈ મુંઝવણ નથી કે, મંદિર નિર્માણ માટે દુનિયાભરમાં રહેલા રામભક્તો પાસેથી ફડિંગ માટે વાત કરવામાં આવશે. યોગદાન માટેની પ્રક્રિયા પણ ટૂંક જ સમયમાં શરુ કરી દેવામાં આવશે. પરિષદના નિવેદનથી એવો પણ ખ્યાલ આવે છે કે, ટ્રસ્ટમાં પરિષદનું પ્રતિનિત્વ હશે. જ્યારે સુપ્રીમ કોર્ટે પરિષદને મંદિર નિર્માણ માટે સમર્થન આપવા માટે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. જોકે, સરકાર પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસ સહિત પરિષદના બીજા કેટલાક સભ્યોને ટ્રસ્ટમાં લેવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp