સાયના આ બેડમિન્ટન ખેલાડી સાથે કરવા જઈ રહી છે લગ્ન, દસ વર્ષ સુધી છૂપાવ્યું અફેર

PC: indiatimes.in

સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ સાયના અને પી.કશ્યપ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે.

સાયના નેહવાલ સાથી ખેલાડી સાથે કરશે લગ્ન

28 વર્ષીય સાયના આ વર્ષે 16 ડિસેમ્બરે અંગત સમારંભમાં બેડમિન્ટન ખેલાડી પી.કશ્યપ સાથે લગ્ન કરશે. જોકે, લગ્નના 5 દિવસ બાદ 21 ડિસેમ્બરે ભવ્ય સમારંભમાં કેટલાક લોકોને આમંત્રિત કરવાના સમાચાર છે. સ્પોર્ટ્સ જગતમાં સાયના અને કશ્યપના અફેરની ચર્ચા સમયે સમયે થતી રહી છે. જોકે, બન્નેએ ખુલીને ક્યારેય પોતાના આ સબંધને કબૂલ્યો નહતો. પી.કશ્યપ કેટલીક વખત સ્પષ્ટતા આપતો નજરે પડ્યો કે બન્ને સારા મિત્ર છે તેનાથી આગળ કંઈ નથી.

2014મા ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે કશ્યપ

પારૂપલ્લી કશ્યપની ગણના દેશના સર્વશ્રેષ્ઠ પુરૂષ બેડમિન્ટન ખેલાડીઓમાં કરવામાં આવે છે. પી.કશ્યપે 2014મા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે બાદ ઓસ્ટ્રિયા ઓપન જેવી કેટલીક મોટી ટૂર્નામેન્ટ પણ તે પોતાના નામે કરી ચૂક્યો છે. 32 વર્ષીય પી.કશ્યપ વર્લ્ડ રેન્કિંગમાં 57મા નંબર પર છે. જોકે, કશ્યપ એક સમયમાં વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને હતો પરંતુ ઇજાને કારણે તેને કેટલાક દિવસ આરામ કરવો પડ્યો અને રેન્કિંગમાં નીચે આવી ગયો હતો. બન્ને હૈદરાબાદના જ છે અને ગત 10 વર્ષથી બન્ને રિલેશનશીપમાં છે. બન્નેની મુલાકાત 2005મા ત્યારે થઈ હતી જ્યારે તેમણે પી.ગોપીચંદ પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. સાયના 20 મોટા ટાઇટલ જીતીને ભારતીય બેડમિન્ટનની સુપરસ્ટાર બની ગઈ છે. બીજી તરફ કશ્યપ પણ મેન્સની પ્રતિસ્પર્ધામાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp