Denmark Open: મજબૂતી સાથે ટાઇટલની નજીક પહોંચ્યા સાયના-શ્રીકાંત

PC: indianexpress.com

ભારતીય સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંત અને સાયના નેહવાલે ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં શ્રીકાંતે ભારતના જ સમીર વર્માને અને સાયનાએ જાપાનની નોજોમી ઓકુહારાને હરાવી અંતિમ 4મા પ્રવેશ કરી લીધો છે. જ્યાં સેમીફાઇનલમાં સાયનાનો મુકાબલો જાપાનની તુંનજુંગ સાથે થશે જ્યારે શ્રીકાંતનો મુકાબલો ફરી એક વખત કેંટો મોમોટા સામે થશે.

શ્રીકાંત-સાયના સેમીફાઇનલમાં

શ્રીકાંતે લિન ડૈન અને સમીરે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ જોનાથન ક્રિસ્ટીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં બન્ને આમને સામને થયા હતા અને શ્રીકાંતે બાજી મારી લીધી હતી. શ્રીકાંતે એક કલાક 18 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સમીરને 22-20, 19-21, 23-21થી હરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડ ગુમાવ્યા બાદ સમીરે બીજા રાઉન્ડમાં વાપસી કરી હતી પરંતુ ઘણા નજીકના અંતરથી ત્રીજો રાઉન્ડ ગુમાવવાની સાથે મુકાબલો પણ ગુમાવી દીધો હતો.

સાયનાએ અકાને યામાગુચીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેને પોતાનાથી ત્રણ સ્થાન ઉપરની ખેલાડી ઓકુહારાને 17-21, 21-16, 21-12થી હરાવી હતી.

પ્રી ક્વાર્ટર ફાઇનલમાં 2016 રિયો ઓલિમ્પિક બાદ શ્રીકાંત અને લિન ડૈન પ્રથમ વખત આમને સામને થયા હતા, જ્યાં ભારતીય ખેલાડી ભારે પડ્યા હતા. ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં શ્રીકાંત એક નજીકના મુકાબલામાં લિન ડૈન સામે હારી ગયો હતો. ચાઇનીઝ સુપરસ્ટાર પર શ્રીકાંતના કરિયરની આ બીજી જીત છે. પ્રથમ ગેમ આસાનીથી ગુમાવ્યા બાદ ભારતીય ખેલાડીએ મુકાબલામાં શાનદાર વાપસી કરી હતી અને સતત બે ગેમ જીતી ચાઇનાના લિન ડૈનને બહારનો રસ્તો બતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp