પીવી સિંધુ બનશે રેવેન્યૂ મેનેજમેન્ટ અધિકારી

PC: cloudfront.net

આંધ્રપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની ગ્રુપ-1 અધિકારી રૂપે નિમણૂંક કરવા મંજૂરી મળી ગઈ છે. સિંધુને ટૂંક સમયમાં રેવેન્યૂ મેનેજમેન્ટ અધિકારી પદ માટે નિમણૂંક પત્ર આપવામાં આવશે. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ પીવી સિંધુને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા નોકરી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ દ્વારા સિંધુને ₹3 કરોડ, અમરાવતીમાં રહેવા માટે પ્લોટ અને ગ્રુપ-1ના અધિકારીની નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જેને સરકાર દ્વારા મંજૂરી મળી ચૂકી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp