સુવિધાના નામે પ્રજાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર

PC: khabarchhe.com

સુવિધાના નામે પ્રજાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કૌભાંડ સમાન કરોડોના બિનજરૂરી પ્રોજેક્ટોના ઉદ્ઘાટન ન કરવા અને રોડ શો ન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર રાવતે માંગણી કરી છે.

વડોદરામાં 1222 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પર્ણ અને ખાતમુહુર્ત કરવાના છો એવા પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર થયો છે તેની વિગતવાર માહિતી નરેન્દ્ર રાવતે પત્રકારો સમક્ષ મૂકી હતી.,'વડોદરા જવાબ માંગે છે.' ના નામે જનઆંદોલનનીઘોષણા કરવામાં આવી છે.
નરેન્દ્ર રાવતે જણાવ્યું કે ગેંડા સર્કલ મનીષા ચોકડી બ્રિજ- 222 કરોડ જે સર્વેના આધારે બનાવેલ છે જે અધુરા છે બિનજરૂરી કામ છે. શહેરની ઓળખ અને સ્કાઈલાઈન બદલી નાખશે.

સ્માર્ટસીટી ફક્ત શહેરના 3% વિસ્તારમાં 2009 કરોડના પીપીપીના નામે બિનજરૂરી – પ્રજાની પ્રાથમિક સુવિધામાં સહેજ પણ વધારો નહી. બધી સુવિધાઓ પૈસા આપીને જ વાપરવા મળે. ભ્રષ્ટાચારનો વિકરાળ ચહેરો છે. હજારો કરોડોનું નુકસાનને અવગણી મેયર ભરત ડાંગર, ભાજપના નેતાઓઅને કોર્પોરેસનના અધિકારીઓ દ્વારા સામાન્યસભામાં બે લીટીનો ઠરાવ લાવી કંપનીનું બંધારણનો ડ્રાફ્ટ બનાવવા માટેની સૈધાંતિક મંજુરી આપી હતી તેનો પુરાવો સામેલ છે. તેના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચર કર્યો છે. શહેરને બિનજરૂરી ફ્રી ઈન્ટરનેટના નામે છેતરપીંડી અને કરોડોનો ભ્રષ્ટાચાર

શહેરને ફ્રી WI-FI આપવાના બહાને કીમતી જમીનો ટેલીફોનની ખાનગી કમ્પનીને ટાવર ઉભા કરવા આપીને નાગરિકોને પ્રતિદિન 50 MBઈન્ટરનેટ ડેટા મળશે જેમાંથી 30 MB ડેટા તો લોગીન કરવામાં વપરાય છે, કોર્પોરેશનને ભાડાની આવકનું નુકસાન, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. સાથે 250 કરોડનું કોભાંડ.
મહી પાણી પુરવઠા યોજના- 165 કરોડની ભ્રષ્ટાચારી યોજના.

આ પ્રોજેક્ટની જરૂરી પરમીશન લીધી નથી અને પ્રજાને હવામાં ચૂંટણીલક્ષી જાહેરાત. આપ્રોજેક્ટની જમીન, રોડ,સિંચાઈઅને ખેડૂતો બાબતે વિવાદાસ્પદ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં શક્ય નથી.

જનમહેલ:-ભાજપના શહેરની પ્રજાની 500 કરોડ રૂપિયાની જમીન અને તેની ઉપર 90 વર્ષ સુધી સોનાની લગડી જેવી જગ્યા ખાનગી કંપની- બિલ્ડરોને આપી. સ્માર્ટસીટીના નામે સમગ્ર શહેરને શણગારેલા શબ્દોવાળી યોજનાઓ તથા વિશાળ સુંદર ફોટાવાળી બિલ્ડીંગો બતાવીને GPMCACTનો સદંતર ભંગ કરી પ્રજાના નાણા લૂટવાના એકમાત્ર ઈરાદાથી ગેરકાયદેસર ઉભા કરેલી SPV નામની ખાનગી કંપનીના માધ્યમથી ટ્રાન્સપોર્ટ હબ જેવો બેબુનિયાદ અને બેહુદા સ્વપ્નોના મેહેલો ઉભા કરી 1000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે.

સુરસાગરસફાઈ પ્રોજેક્ટ:- 38 કરોડ

આ બાબતે ભૂતકાળમાં કરોડો રૂપિયા બગડી ચુક્યા છે.પ્રોજેક્ટની તાત્કાલિક કોઈ જરૂરિયાત નહી. સફાઈના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. સુરસાગરમાં ડ્રેનેજનું પાણી, પર્યાવરણીય બાબત, ભવિષ્યનું પ્લાનિંગ વિવાદાસ્પદ અત્યારે જરૂરી નથી.

માંજલપુર હાઉસિંગ સ્કીમ, ટુરિસ્ટ, ઇન્ફોર્મેશન સેન્ટર, પ્લેનેટોરીયમ, સીટી કમાંડ સેન્ટર આ તમામ પ્રોજેક્ટ શહેરીજનોના પૈસે બનેલા છે. તેનેસ્માર્ટસીટીના નામે ખર્ચાવી દઈ મેયર, કમિશનરનોકરોડોનો ભ્રષ્ટાચાર.

વડસરથી સુશેન ચાર રસ્તા પરના બ્રિજની જરૂરિયાત અંગે શંકા. બ્રિજ ઠોકી બેસાડવા મનફાવે તેવા સર્વે કરવામાં આવ્યા છે.ખોટા સર્વેના રીપોર્ટ રજુ કરી બ્રિજ બનાવડાવે છે. મોટા પ્રોજેક્ટ પાછળ કરોડોની કટકી.

આજવા ખાતે સફારીપાર્ક- નેચરપાર્કના નામે ક્યુબ કન્સ્ટ્રકશનને 25 વર્ષ માટે આપી કરોડોનો ભ્રષ્ટાચાર બિનજરૂરી કોર્પો.દ્વારા સુંદર કુદરતી રીતે તૈયાર થયેલ આજવા ખાતેના નેચરપાર્કને ૨૫વર્ષ માટે પ્રાઇવેટ બિલ્ડરને પધરાવી કોર્પોરેશનને કરોડોનું નુકશાન, પ્રોજેક્ટ કોર્પો. બનાવે તો 5 વર્ષમાં પૈસા પાછા આવી જાય અને ભવિષ્યમાં કરોડોની કમાણી થાય.

 



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp