ભારતમાં 50% લોકો લાંચ આપે છે...

PC: Caribbean News

મોદી સરકાર ભલે ભ્રષ્ટાચારવિહીન શાસનની ભલે વાત કરતી હોય, પણ કડવું સત્ય એ છે કે ગયા વર્ષમાં 10માંથી 5 લોકોએ પોતાનું કામ કરાવવા માટે લાંચ આપવી પડી હતી !

ભ્રષ્ટાચારથી લોકો પરેશાન થઇ રહ્યા છે. કોઇ પણ કામ કરાવવા જાવ ત્યારે કામના બદલામાં નૈવેધ ધરાવવા પડતો હોય છે. ઓનલાઇન સર્વે અનુસાર આ 10માંથી 8 લોકોએ સ્થાનિક સ્તરે લાંચ આપી છે.

આ સર્વે કરાવનાર વેબસાઇટ લોકલ સર્કલનો દાવો છે કે, ઇન્ડિયા કરપ્શન સર્વેમાં ર૦૦થી વધુ શહેરોના એક લાખ લોકોએ ભાગ લીધો હતો. આમા ભાગ લેનારે વેબસાઇટ દ્વારા પુછવામાં આવેલા 8 સવાલોના જવાબ આપ્યા હતા. સર્વેમાં ભાગ લેનાર 25 ટકા લોકોએ જણાવ્યુ હતુ કે, અમારે અનેક વખત લાંચ આપવી પડી તો અન્ય 20 ટકા લોકોનું કહેવુ હતુ કે છેલ્લા એક વર્ષમાં અમે એક કે બે વખત લાંચ આપી છે. અન્ય 9 ટકા લોકો એવા હતા કે જેમણે કહ્યુ હતુ કે, પીએફ, ઇન્કમટેક્ષ, સર્વિસટેક્ષ અને રેલ્વે જેવા મામલામાં અમારે લાંચ આપવી પડી હતી.

ત્રીજા ભાગના લોકોનુ માનવુ હતુ કે, માત્ર લાંચ આપીને જ કામ કઢાવી શકાય છે તો ર૦ ટકા લોકોએ કહ્યુ હતુ કે, લાંચની ના પાડવાથી તેઓનુ કામ અટકી શકે છે. સર્વેમાં એ વાત પણ સામે આવી કે, અડધાથી વધુ લોકોએ સ્વીકાર્યુ હતુ કે, રાજય તથા સ્થાનિક એકમોએ છેલ્લા એક વર્ષમાં લાંચનુ દુષણ ઘટાડવાની દિશામાં કોઇ પગલા લીધા નથી.

લગભગ 42 ટકા લોકોએ માન્યુ હતુ કે, ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કેટલાક પગલા લેવાયા છે પરંતુ તે અસરકારક નથી.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp