બોર્ડ-નિગમોના કર્મચારીઓને પગાર વધારો અપાયો

PC: manoramaonline.com

ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારની તમામ કર્મચારીઓને સાતમાં પગાર પંચ આપવાનો મોડે મોડે રાજય સરકારે કર્યો છે. સરકારના 16 બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચના લાભો પુરા પાડવાનો નિર્ણય કર્યો છે. જેનો 1710 કર્મચારીઓને લાભ થશે અને રાજ્ય સરકારને વાર્ષિક રૂ.10 કરોડનો વધારાનો બોજ પડશે.

જેમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત ગ્રામ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત જમીન વિહોણા મજુરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કુલ-1710 કર્મચારીઓને આ લાભો 1-10-2017થી મળશે.

ગુજરાત જમીન વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ઘેટા અને ઉન વિકાસ નિગમ, ગુજરાત પોલીસ આવાસ નિગમ, ગુજરાત અનુ.જાતિ વિકાસ વિહોણા મજુરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કુલ-1710 કર્મચારીઓને આ લાભો મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp