SMCનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સ્માર્ટ સીટી ડિપાર્ટમેન્ટ વિવાદોમાં

PC: smartnet.niua.org

સુરત મહાનગરપાલિકાની ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સ્માર્ટ સીટી અંતર્ગત થયેલી કામગીરીમાં ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગની કામગીરી ખરેખર બિરદાવવા જોગ છે.સુરત સ્માર્ટ સિટીના નાગરિક તરીકે રાજેશ પટેલે ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગ વિષે તેના ભૂતકાળથી અત્યાર સુધી કરેલી કામગીરીનું સંશોધન માહિતી પ્રાપ્ત કરી છે. આ માહિતીને રાજેશ પટેલે khabarchhe.comને ઈ-મેલ મારફત મોકલી છે. જે અહીં પ્રસિધ્ધ કરવામાં આવી છે.

રાજેશ પટેલે ઉઠાવેલા પ્રશ્નો...

1. છેલ્લા દસ વર્ષથી ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગના હેડ- દેવાંગ પટેલ (એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ,વર્ગ-૨) છે જેમની મૂળભૂત લાયકાત MBA છે જયારે તેમની સાથેના બીજા એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ અન્ય નોન-ટેકનીકલ વિભાગમાં ફરજ બજાવે છે. સન -2005 થી સન-2011 સુધી ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગ(અગાઉ ઈ.ડી.પી)માં કોઇપણ નોંધનીય કામગીરી થયેલી ન હતી.આ સમયગાળા દરમ્યાન કોઇપણ એવોર્ડ મળેલો નથી.

2. સન-2011-12 માં ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગમાં આસી.એન્જીનીઅર (ઇલેક્ટ્રોનીક્સ)-2 તથા આસી.એન્જીનીઅર (કોમ્પ્યુટર)-2ની ભરતી થઈ હતી. ત્યાર બાદ ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગમાં માળખાગત અને ટેકનીકલ જરૂરી બદલાવ થયેલો, જેથી સુરત મહાનગરપાલિકાની વિવિધ કમ્પ્યુટરલક્ષી ઓનલાઈન સેવાઓનો આંરભ થયેલો અને જે સુરતના નાગરિકો સુધી પહોચી હતી અને આ માટે સુરત મહાનગરપાલિકાને વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવેલા હતા.

વધુમાં ડેપ્યુટી કમિશનર સી. વાય .ભટ્ટ દ્વારા કમિશનરની મંજુરી વગર સન 2011થી અત્યાર સુધી દેવાંગ પટેલ (એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ)ને ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગના હેડ બનાવેલ છે અને આ માટે કોઇપણ ઓફિસિયલ ઓર્ડર થયેલ નથી જે અંગે વિજીલન્સ વિભાગ મારફત તપાસ કરવા કમિશનરને વિનંતી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર હોવાથી કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડી કોઇપણ કર્મચારી કે અધિકારીની હેડ ક્વાટર લીવ મંજુર ન કરવા આદેશ આપેલો છે, પરંતુ ડેપ્યુટી કમિશનર સી. વાય .ભટ્ટની મહેરબાનીથી દેવાંગ પટેલ (એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ)ને વિદેશ પ્રવાસ માટે NOC મેળવેલી છે જેની પણ ન્યાયિકપણે વિજીલન્સ તપાસ કરાવવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

આ હકીકતથી વિદિત થઈ ઇન્ફોર્મેશન સીસ્ટમ વિભાગનું સંચાલન કરતા નોન-ટેકનીકલ વર્ગ -2ના ઓફિસર દેવાંગ પટેલ (એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ)ની જગ્યાએ સુરત મહાનગરપાલિકાના બીજા અગત્યના વિભાગ (જેવાકે રસ્તા,પાણી,ગટર..)ની જેમ એક્ઝીક્યુટીવ એન્જીનીયર વર્ગ-2 નિમણુંક કરી એક સમતુલિત શ્રેણી(એક્ઝીક્યુટીવ એન્જીનીયર નિમવાની જરૂરિયાત રહેલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp