ધાનેરાની જવાબદારી સુરત મ્યુનિ.કમિશરને, સુરત DDO સંભાળશે બનાસકાંઠા

PC: eletsonline.com

રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ સહિત અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઇ છે. આ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું આરોગ્ય જળવાય તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે માટે રાજ્ય સરકારે સફાઇ ઝૂંબેશને પ્રાધાન્ય આપીને સનદી ઉચ્ચ અધિકારીઓને સ:વિશેષ જવાબદારી સોંપી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના અતિવૃષ્ટિ પ્રભાવિત ધાનેરા શહેર માટે સુરતના મ્યુનિસિપલ કમિશન એમ. થેન્નારસન, બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઇ ઝૂંબેશ માટે ડી.ડી.ઓ.-સુરત  કે. રાજેશ તથા પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે ડી.ડી.ઓ.-વલસાડ ગૌરાંગ મકવાણાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના વરસાદથી અતિપ્રભાવિત ધાનેરા શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે સુરત મહાનગરપાલિકાની ૨૫૦ કર્મયોગીઓની ટીમ વિવિધ સાધન સામગ્રી સાથે એક સપ્તાહ સુધી ધાનેરામાં રોકાઇને સ્વચ્છતા અભિયાન હાથ ધરશે. જેનું સંપૂર્ણ મોનીટરીંગ થેન્નારસન કરશે.

એજ રીતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનજીવન ફરીથી ઝડપથી ધબકતું થાય અને રોગચાળો ફાટી ન નીકળે તેની અગમચેતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં સુરત ડી.ડી.ઓ. કે. રાજેશ અને પાટણ જિલ્લામાં વલસાડના ડી.ડી.ઓ. ગૌરાંગ મકવાણા તેઓની ટીમ સાથે એક સપ્તાહ સુધી રોકાઇને સફાઇ અભિયાન હાથ ધરશે જેનું મોનીટરીંગ આ બે ઉચ્ચ સનદી અધિકારીઓ દ્વારા કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સફાઇ ઝૂંબેશ અભિયાનને રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યું છે અને છેલ્લા ચારેક દિવસથી રાજ્ય સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સંગઠનો દ્વારા પણ સ્વચ્છતા માટે વ્યાપક સહયોગ મળી રહ્યો છે. જેના લીધે આ જિલ્લાઓમાં ઝડપથી જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp