વડોદરા પાસે ટાઉનપ્લાનર નથી

PC: vmc.gov.in

૨૦૦૫ થી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ટાઉન પ્લાનર નથી. એટલું જ નહિ બંધ પડેલો ટાઉન પ્લાનિંગ વિભાગ બીજા મહત્વના વિભાગો જેવા કે ભાવી આયોજન વિભાગ, વિશ્વામિત્રી નદી માટેના વિશેષ વ્હીકલ પ્રોજેક્ટ ,સ્માર્ટ સીટી સાથે નહીવત અથવા બિલકુલ સંકળાયેલા નથી 

ગુજરાતના પર્યારણીય ઝૂંબેશકાર રોહીત પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, વડોદરાના ઉચ્ચ અધિકારીઓ વડોદરાને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં મુકવાના સ્વપ્નાઓ જુએ છે, તો બીજી તરફ વડોદરામાં પાયાની વ્યવસ્થા માટેના વિષય નિષ્ણાતોનથી. સત્તાધીશો સ્માર્ટ સીટી, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, મિશન મિલિયન ટ્રીઝ (દસ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ), શહેરના તળાવોનું બાહ્ય નવીનીકરણ, સીટી સ્ક્વેર, ઝુંપડા વિસ્તારનું પુન:વસન વગેરે જેવા અનેક પ્રોજેક્ટ માટે સમજ વગરનું આયોજન કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે કોઈ તાલમેલ ન હોવાથી દરેક પ્રોજેક્ટ વ્યક્તિગત વિચારોના ઘોડાની માફક અલગ અલગ દિશામાં દોડી અંતે વડોદરાની હાલત બિસ્માર કરી મુકે છે. આ બધા પ્રોજેક્ટની કામગીરી અણઆવડત, ઓછી આવડત કે અનુભવ વગરના અને વિષય નિષ્ણાત ન હોય તેવા લોકો દ્વારા થાય છે.

વિશ્વામિત્રી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મોજુદા હાલત અને  ‘નેશનલ ગ્રીન ટ્રીબુનલ’,  પૂનાના વચગાળાના ચુકાદાઓ જેવા કે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિસ્તારમાં કામ કરવા પર સ્ટે ઓર્ડરએ આયોજનના અભાવનો જીવતો જાગતો પુરાવા છે.

વડોદરાના બધા જ નવા પ્રોજેક્ટ બહારના પ્રાઈવેટ કન્સલ્ટન્ટને આઉટસોર્સ કરેલા છે. પોતાના શહેર દ્વારા બહારના ડીઝાઈનર (કન્સલ્ટન્ટ) માટે કોઈ માર્ગદર્શક નિયમો  બનાવવાની અક્ષમતાને લીધે કન્સલ્ટન્ટ જે કોઈ વિચારો કે મુલ્યોને પ્રોજેક્ટ દ્વારા થોપી દે તેને ચલાવી લીધા વગર નાગરીકો પાસે બીજો કોઈ ઉપાય રહેતો નથી.

વાસ્તવિક વિકાસ માટે વડોદરાના લોકોને મહત્વના પ્રોજેક્ટનું સફળતાપૂર્વકનું અમલીકરણ જોઈતું હોય તો એક સ્માર્ટ લાયકાતવાળું જેમાં વિવિધ આવડત, વિષયમાં નિષ્ણાત અને કામ માટે ધગશ ધરાવતા સ્ટાફ હોય તેવું ‘પ્લાનિંગ ડીપાર્ટમેન્ટ’ હોય તે જરૂરી છે. જ્યારે આપણે નદીનો વિચાર કરીએ ત્યારે તે માત્ર બે કાંઠા વચ્ચે વહેતો પ્રવાહ નથી. નદીનો વિચાર સમગ્રતામાં કરવો જોઈએ. સૌ પહેલા નદીને એક “પાણીની જગ્યા” (વોટર બોડી) કહેવાનું બંધ કરવાની જરૂર છે.

નદીને આપણે ફક્ત પાણીના સાધન તરીકે જોઈ છે અને તેથી જ તેનું વધારે પડતું શોષણ થયું છે. એટલું જ નહિ પણ તેને ગટર અને ઉદ્યોગોના કચરાને નાખવા માટેની જગ્યા બનાવી દીધી છે. હાલની વિકાસનીતિ અને વિકાસના મોડલે નદીને બે રીતે પજવી છે, ક્યાં તો તેને સુકવી નાંખી છે અથવા જેને સુકવી નથી શક્યા તેને પ્રદુષિત કરી છે. મોટાભાગના રીવરફ્રન્ટ પ્રોજેક્ટની ડીઝાઈનમાં જાણી જોઇને નદીની મહત્વની બાબતો જેવી કે જળપલ્લવિત પ્રદેશ, વિસ્તાર, કોતરો, બીજા પાણીના સ્ત્રોત સાથેનું જોડાણ, પુર વખતે ફરી વળતા પાણીનો વિસ્તાર, તેના આધારિત વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને જૈવ વિવિધતા વગેરેને જાણી જોઈને નજરઅંદાજ કરી છે. ઘણી વખત પ્રોજેક્ટ રીપોર્ટમાં અવાસ્તવિક ચિત્રો વાપરીને એનો પ્રચાર કરવામાં આવે છે પણ જો આ રીપોર્ટને બારીકાઇથી તપાસવામાં આવે તો સ્પષ્ટ રીતે જોવા મળે છે કે આવા શબ્દો અને વિચારો જાણી જોઈને ગેરમાર્ગે દોરવા માટે મુકેલા હોય છે અને તે ખરેખર પ્રોજેક્ટનું સાચું ચિત્ર રજુ થવાના બદલે ગેરમાર્ગે દોરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp