અમદાવાદમાં ગોવિંદાના ગીતો પર એક સાથે નાચશે 10 હજાર ડાન્સર, વિગતવાર વાંચો ઈવેન્ટ

PC: mid-day.com

અમદાવાદ માત્ર પોલિટીકલ ઈવેન્ટ માટેનું કેન્દ્ર બન્યું નથી પણ હવે આ ઐતિહાસિક શહેર હેરીટેજ પણ છે અને સાથો સાથ મનોરંજનની દુનિયામાં ડંકો વગાડવા થનગનાટ કરી રહ્યું છે. બોલિવૂડના ડાન્સર કીંગ ગોવિંદાના ડાન્સ પર એક સાથે હજારો ડાન્સર ડાન્સ કરશે.

ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 'વર્લ્ડ્સ લાર્જેસ્ટ બોલીવુડ ડાન્સ ઓન ગોવિંદા મેડલી' થીમ પર આખુંય આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં એક સાથે 10 હજા ડાન્સર ડાન્સ કરવાના છે. ત્રણથી 11મા ધોરણ સુધીના સ્કુલ સ્ટુડન્ટસ દ્વારા ડાન્સીંગ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. ગોવિંદના 12 ગીતોના મુખડા અને એક અંતરા પર ડાન્સ કરવામાં આવશે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવવામાં આવશે.

અમદાવાદની અલગ અલગ સ્કુલોમાં આશરે 40 કરતા વધુ કોરીયોગ્રાફર દ્વારા સ્ટુડન્ટસને ડાન્સની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.લેવલ અપ એન્ટરપ્રાઈઝ અને સાત્વિક એન્ટરટેઈન્મેન્ટ દ્વારા ઈવેન્ટને ઓર્ગેનાઈઝ્ડ કરવામાં આવી છે. કોરીયોગ્રાફર પ્રીતેશ નાયકે દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વાર એક સાથે 10 હજાર ડાન્સર ગોવિંદાના ગીતો પર નાચશે. આ ઈવેન્ટ અમદાવાદ પોલીસ ગ્રાઉન્ડ પર યોજવામાં આવી છે અને ગોવિંદા પોતે આ ઈવેન્ટમાં હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp