બોલિવુડ સ્ટાર્સનું દિવાળી સેલિબ્રેશન

PC: indiatimes.com

આજે દિવાળી છે ત્યારે સામાન્ય વ્યક્તિથી લઈને બોલિવુડની સેલિબ્રિટિઝ પણ દિવાળીની ઉજવણી કરશે.

સલમાન ખાન ભલે મુસ્લિમ હોય, પરંતુ તેની માતા હિન્દુ હોવાથી તે ધામધૂમથી બધા હિન્દુ તહેવારો ઉજવે છે. ગણેશોત્સવમાં તો સલમાન ગણપતિ બાપ્પાની સ્થાપના પણ કરે છે. દિવાળીની તૈયારી અંગે સલમાન જણાવે છે કે, ધનતેરસ પર તે કંઈ નથી ખરીદતો, પરંતુ ઘરમાં કોઈ કંઈ માગે તો તેને જરૂર ખરીદી કરીને આપે છે.

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમીર ખાન અને કિરણ રાવ ખૂબ જ સિમ્પલ રીતે દિવાળી ઉજવવાનું પસંદ કરે છે. ફિલ્મ નિર્માતા અને આમીરની પત્ની કિરણ રાવ કહે છે કે, અમે કંઈ મોંઘું કે સ્પેશિયલ ખરીદી કરતા નથી, પરંતુ અમારા દીકરા આઝાદ માટે નવા કપડા જરૂર ખરીદીએ છીએ.

'કહાની', 'ધ ડર્ટી પિક્ચર' જેવી ફિલ્મો કરનાર બોલિવુડની હુલાલાલા ગર્લ વિદ્યા બાલનને દિવાળી ખૂબ જ પસંદ છે. તે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે. વિદ્યા કહે છે કે, મને દિવાળી ખૂબ જ પસંદ છે અને હું મારા માટે અને સાથે જ પરિવાર માટે પણ ખરીદી કરું છું.

અભિનેત્રી રવીના ટંડન દિવાળી અને ધનતેરસનો પર્વ ધામધૂમથી ઉજવે છે. તે કહે છે કે, મને પરંપરાગત રીતે તહેવાર ઉજવવો પસંદ છે. હું સોનાના દાગીના ખરીદું છું, કારણ કે ધનતેરસના તહેવાર પર સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp