મા-દીકરીના સંબંધને દર્શાવતું ‘સિક્રેટ સુપરસ્ટાર’નું નવું સોંગ રીલિઝ

આમીર ખાન સ્ટારર ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ આવતીકાલે રીલિઝ થવાની છે, તેના એક દિવસ પહેલાં જ ફિલ્મનું નવું સોંગ ગુદગુદી રીલિઝ થયું છે. આ સોંગ માતા અને દીકરી વચ્ચેના ગાઢ પ્રેમને દર્શાવે છે. આ સોંગને સુનિધિ ચૌહાણે ગાયું છે અને ગીત ઝાયરા વસીમ અને મેહર વીઝ પર ફિલ્માવામાં આવ્યું છે. ગીતનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે અને ગીતના શબ્દો કૌસર મુનિરે લખ્યા છે. ફિલ્મમાં એક મુસ્લિમ છોકરીને તેનું સપનું પૂરું કરવા કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તે દર્શાવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.