આ એક્ટરને પછાડી શાહિદ કપૂર બન્યો એશિયાનો સૌથી સેક્સીમેન

PC: newsshare.in

બ્રિટનના સાપ્તાહિક સમાચારપત્ર 'ઈસ્ટર્ન આઈ' દર વર્ષે એશિયાના ટોપ 10 સેક્સીએસ્ટ મેન અને વુમનનું લીસ્ટ બહાર પાડે છે. આ વર્ષે પણ બહાર પાડેલા લીસ્ટમાં 36 વર્ષના બોલિવુડના અભિનેતા શાહિદ કપુરે પહેલો ક્રમ મેળવ્યો હતો. આ પોલમાં શાહિદે ઋત્વિકને પાછળ મૂકી દીધો હતો.

'પદ્માવતી'માં રાજાનો રોલ કરી રહેલા શાહીદે કહ્યું હતું કે, 'મને વોટ આપવા માટે હું તમામનો આભાર માનું છું. મને આ ટેગ મળવાથી મારું સન્માન થયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. મારું માનવું છે કે સેક્સીનો મતલબ માત્ર શારીરિક રીતે નહીં પરંતુ આ જિંદગીના માનસિક પહેલુઓને સાથે પણ જોડાયેલું છે. હું મારા તમામ પ્રશંસકો, જેમણે મને પ્યાર આપ્યો અને મારું સમર્થન કર્યું તેમનો આભાર માનું છું.'

શાહીદ પછી બીજા નંબરે ઋત્વિક અને ત્રીજા નંબરે બ્રિટીશ-પાકિસ્તાની ગાયક ઝયાન મલિક આવ્યો છે.  થોડા સમય પહેલા થયેલા સેક્સીએસ્ટ એશિયાઈ વુમન પોલમાં પ્રિયંકા ચોપરા પહેલા ક્રમે અને દીપિકાને પાછળ મૂકી ટેલિવીઝન એક્ટ્રેસ નિયા શર્મા બીજા ક્રમે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp