અનુષ્કા વગર એકલા જ સિલાઈ મશીન ચલાવી રહ્યો છે વરુણ ધવન, જાણો કેમ

PC: twitter.com/Varun_dvn

વરુણ ધવને પોતાની આગામી ફિલ્મ 'સુઈ ધાગા-મેડ ઈન ઈન્ડિયા'ના શુટીંગની શરૂઆત કરી દીધી છે. વરુણે ટ્વિટર પર પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો છે. આ તસ્વીરમાં વરણ સિલાઈ મશીન પર કામ કરતો નજરે આવે છે.

ફોટોના કેપ્શનમાં વરુણે લખ્યું છે, 'હાથ-પગ કા મેલ ગુરુ, સુઈ-ધાગે કા ખેલ શુરુ. આ ફિલ્મની સ્ટોરી દેશને આત્મનિર્ભર બનાવવાવાળા કામોની આસપાસ ફરે છે.' ફિલ્મમાં વરુણની સાથે અનુષ્કા શર્મા જોવા મળશે.
ફિલહાલ અનુષ્કા તેની લગ્ન અને હનીમીનમાં વ્યસ્ત છે. બે દિવસ પહેલા જ તેમણે ઈટલીમાં લગ્ન કર્યા હતા. તેવામાં વરુણ ફિલ્મના એ ભાગનું શુટીંગ કરી રહ્યો છે, જેમાં તેની સાથે અનુષ્કા ન હોય.

યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન શરત કટારિયા કરશે. અને ફિલ્મની સ્ટોરી મનીષ શર્માએ લખી છે. ગાંધીજીના ચરખાથી પ્રેરિત આ ફિલ્મ 2018માં ગાંધી જયંતીના દિવસે એટલે કે 2જી ઓક્ટોબરના દિવસે રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp