ધોની અને રજનીકાંત સાથે કેમ બેઠક કરવા માગે છે?

PC: intoday.in

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત વચ્ચેની આજની બેઠક રદ્દ થઈ જવાની ખબર સામે આવી છે. એકબાજુ રજનીકાંત રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યા છે તો બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોની બે વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં પાછો આવી રહ્યો છે. ત્યારે આ બંને શું કામ એકબીજા સાથે મુલાકાત કરવાના છે, તે અંગે કોઈ ખાસ માહિતી મળી નથી.

કહેવાય છે કે, રજનીકાંતની રાજનીતિની એન્ટ્રી માટે ધોની તેમને શુભેચ્છા આપવા જવાનો છે અને રજનીકાંત પણ ચેનાઈની ટીમની વાપસી માટે ધોનીને શુભેચ્છા આપવાના છે. ઘણા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રજનીકાંત ધોની સાથે રાજનીતિમાં આવવા અંગે પણ વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધ બાદ 2 વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ IPLમા વાપસી કરવાની છે, જેમાં ફરીએકવાર ધોની જોવા મળવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp