આ IPS અધિકારીએ ફાઈલ ઉપર લખ્યુ કે હાર્દિક સામેના કેસ પાછા ખેંચી શકાય નહીં

PC: facebook.com/hardikpatel

પાટીદાર આંદોલનમાં પાટીદારો અને હાર્દિક પટેલ સામે થયેલા કેસ પાછા ખેંચી ભાજપ સરકારે પોલીસ કેસ પાછા ખેંચવાની વાત જાહેરાંત કરી, પણ ગુજરાતના એક આઈપીએસ અધિકારીઓ હાર્દિક સામેનો કેસ પાછો ખેંચી શકાય નથી, તેવી નોંધ હાર્દિકના કેસ ઉપર કરી હતી, ત્યાર બાદ આ પોલીસ અધિકારીની બદલી કરી
દેવામાં આવી હતી.

એમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલી સભા અને ત્યાર બાદ થયેલી હિંસા બાદ હાર્દિક પટેલ સામે અનેક કેસ નોંધાયા હતા, જેમાં એક રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં ગોંડલમાં પણ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધાયો હતો, હાલમાં ગુજરાત સરકારે હાર્દિક સામે જયાં પણ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધાયો હતો તે કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. આ અગાઉ પણ ભાજપ સરકારે કેસ પાછા ખેંચવાની તૈયારી કરી હતી અને સંબંધીત પોલીસ અધિકારીને તેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો.

પણ ગોંડલમાં હાર્દિક સામે નોંધાયેલો કેસ પાછા ખેચવા અંગે ડીએસપી ગગનદીપ ગંભીર સામે ફાઈલ મુકવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યુ કે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરનાર સામે કોઈ પણ કિમંતે કેસ પાછો ખેચી શકાય નહીં,. અને ગગનદીપ ગંભીરે આ પ્રકારની નોંધ પણ ફાઈલ ઉપર મુકી રાજય સરકારને મોકલી આપી હતી, ત્યાર બાદ તેમની સુરત બદલી કરી દેવામાં આવી હતી અને હાલમાં તેઓ પ્રતિનિયુકિત ઉપર સીબીઆઈમાં ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp