સ્વદેશી સબમરીન વિરોધી INS કિલ્ટન નૌસેનામાં સામેલ

PC: indianexpress.com

ધીરે ધીરે ભારતીય લશ્કર તેના કેટલાય સરંજામો ઘર આંગણે બનાવવા મંડ્યું છે. એ દિશામાં વધુ એક કદમ માંડ્યું છે, આઇએનએસ કિલ્ટનથી.

સ્વદેશી બનાવટનું યુધ્ધ જહાજ INS કિલ્ટનને આજે ભારતીય નેવીના બેડામાં રક્ષામંત્રી નિર્મલા સીતારમન તથા નેવી પ્રમુખ એડી. સુનીલ લાંબાની હાજરીમાં સામેલ કરાયું હતું. આ એન્ટી સબમરીન યુધ્ધ જહાજ નેવીનું સૌથી અદ્યતન શીપ છે. આ નવા સ્વદેશી યુધ્ધજહાજ અંગેની દસ વાતો મહત્વની છેઃ

1. 2003માં મંજુર થયેવા પ્રોજેક્ટ 28 હેઠળ બનનારી કમોરતા ક્લાસના જહાજમાંનું ત્રીજું જહાજ છે. આ યુધ્ધ જહાજમાં 13 ઓફિસર અને 178 જવાનોની ટીમ રહેશે. આ જહાજ કમાન્ડિંગ ઓફિસર નૌશાદ અલી ખાનના નેજા હેઠળ રહેશે.
2. આ જહાદ 109 મીટર લાંબુ અને 14 મીટર ઊંચું છે. ચાર ડિઝલ એન્જિનથી ચાલતું આ જહાજ 25 નોટની ઝડપથી 3450 નોટીકલ માઇલ સુધી સફર કરી શકે છે.
3. કોલકાતા ખાતેના ગાર્ડન રીચ શીપબ્યુલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ દ્વારા આ જહાજની બાંધણી થઇ છે.
4. નેવીએ આપણા મેક ઇન ઇન્ડિયાના રાષ્ટ્રીય હેતુને પાર પાડતું વધુ એક સાહસ હોવાનું નેવીએ કહ્યું છે.
5. શિવાલિક ક્સાસ, કોલકાતા ક્લાસ, આઇએનએસ કોમારટા અને આઇએનએસ કડમટ્ટ પછીનું આ એક મેક ઇન ઇન્ડિયા સાહસ છે.
6. આ ભારતનું પહેલું યુધ્ધ જહાજ છે, જે કાર્બન ફાયબરથી બનેલું છે. આ મટીરીયલ વાપરવાને કારણે તેની મજબુતાઇ વધી છે અને તેનો મેઇન્ટેનન્સ ખર્ચ ઘટશે.
7. આ યુધ્ધ જહાજમાં ભારે ટોર્પિડો, એએસડબલ્યુ રોકેટ, 76 મીમીની મિડયમ રેન્જ ગન અને બે મલ્ટી બેરલ 30 મીમીની ગન રહેશે.
8. સોનાર અને એર કર્વિલન્સ રડાર રેવતીથી એ સજ્જ છે.
9. આ યુધ્ધજહાજનું નામ લક્ષદ્વીપના એક ટાપુ પરથી રખાયું છે.
10. આ જહાજ સોવિયેત સંઘ દ્વારા બનેલા અને 1971ના ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે ઓપરેશન ટ્રીડન્ટમાં ભાગ લેનારા જહાજની યાદમાં કિલ્ટન નામ ફરી રખાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp