IPSના વોટસઅપ ગ્રુપમાં ડખો પડયોઃ શીવાનંદ લેફટ થયા, તીર્થરાજને રીમુવ કર્યા

PC: /khabarchhe.com

ગુજરાતના પોલીસ સિનિયર આઈપીએસ અધિકારીઓના વોટસઅપ ગ્રુપમાં સ્કુલમાં જતા બાળકોની જેવો ખડો પડયો છે.જેના કારણે હાલમાં તેમના બંન્ને ગ્રુપમાં કોઈ પણ અધિકારી પોસ્ટ મુકતા નહીં હોવાને કારણે છેલ્લાં પંદર દિવસ ટોપ કોપ અને લો એન્ડ ઓર્ડર નામનું ગ્રુપ શાંત થઈ ગયુ છે.

આ ઘટના પંદર દિવસ પહેલાની છે. ટોપ કોપ નામની વોટસઅપ ગ્રુપમાં આઈજીપી હસમુખ પટેલ દ્વારા સ્ટુડન્ટ પોલીસની એક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ જોતાની સાથે ડીજીપી શીવાનંદ ઝાએ કોમેન્ટ કરી નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતું કે આ પ્રકારની ક્ષુલ્લક પોસ્ટ મુકવી નહીં, જોકે, હસમુખ પટેલની દલીલ હતી કે પોલીસ અધિકારીના ગ્રુપમાં પોલીસના સમાચાર જ મુકયા છે. હસમુખ પટેલની વાતના સમર્થનમાં ડીજીપી તીર્થરાજ અને વિશ્વકર્મા આવ્યા હતા. જયારે શીવાનંદ ઝાના સમર્થનમાં અન્ય અધિકારીઓ આવ્યા હતા. જોકે, ત્યાર બાદ તરત શીવાનંદ ઝા ગ્રુપમાંથી લેફટ થઈ ગયા હતા. આ ઘટના પછી દિવસો સુધી કોઈ પોલીસ અધિકારીએ કોઈ પોસ્ટ મુકી નહીં.

થોડા દિવસ બાદ સ્ટેટ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સંદેશો આવ્યો કે સિનિયર પોલીસ અધિકારીએ અગત્યના સંદેશા માટે લો એન્ડ ઓર્ડર નામના વોટસ અપ ગ્રુપનો ઉપયોગ કરવો, પહેલા ગ્રુપના એડમીન તરીકે એક પોલીસ ઈન્સપેકટર હતા, પણ તેમને હટાવી એડીશનલ ડીજીપી મોહન ઝા એડમીન થઈ ગયા હતા. મોહન ઝાએ ગ્રુપમાં કેવા પ્રકારની પોસ્ટ મુકી શકાય તેની નિયમાવલી પણ જાહેર કરી હતી, પણ અચાનક તેમણે તે ગ્રપમાંથી ડીજીપી તીર્થરાજને રીમુવ કરી દીધા હતા. તીર્થરાજને કેમ રીમવુ કર્યા તેની હજી કોઈને ખબર પડી નથી. તેમ છતાં લો એન્ડ ઓર્ડર ગ્રુપમાં પણ કોઈએ પોસ્ટ મુકી નથી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp