નોટબંધી, GST અને રેરા પછી હવે જંત્રીમાં ડબ્બલ વધારો આવશે

PC: bharatestates.com

ગુજરાતમાં 2008માં લાદવામાં આવેલી જંત્રીનું ભૂત ફરી ધુણ્યું છે. ગુજરાતની રૂપાણી સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી છે. જો તેમ થશે તો મકાન અને જમીનની કિંમતોના ભાવ આસામાને જતા રહેશે.

રિયલ એસ્ટેટમાં ગુજરાત પાછળ ધકેલાતું જાય છે ત્યારે જંત્રીના દરો વધારશે તો સામાન્ય અને મધ્યમવર્ગને ઘરનું ઘર મેળવવું કપરૂં બની જવાની દહેશત છે. રાજ્યના રેવન્યુ વિભાગના અધિકારીઓ હાલ જંત્રીના દરોમાં સુધારો કરવાની પેરવી કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં જંત્રીના નવા દરો આવે તે સંભવ છે.

રેવન્યુના સૂત્રો કહે છે કે જંત્રીના ભાવમાં બમણો વધારો કરવા સરકાર તૈયાર થઇ છે. જીએસટીના કારણે સરકારની આવકમાં 15 ટકાનો ઘટાડો છે ત્યારે જંત્રીના દરોના કારણે સરકારને સ્ટેમ્પડ્યુટીની આવકમાં વધારો મળી શકે છે. સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં જંત્રીના દરોની સમીક્ષા કરી હતી પરંતુ ચૂંટણી હોવાથી દરો સુધાર્યા ન હતા પરંતુ હવે તે શક્ય છે.

નોટબંધી, જીએસટી અને રેરા કાયદાના કારણે બિલ્ડર લોબી ગુજરાતમાં સહન કરી રહી છે ત્યારે જંત્રીનો કડવો ડોઝ આવશે તો રિયલ એસ્ટેટની હાલત અત્યંત નાજૂક બની જાય તેમ લાગી રહ્યું છે. મધ્યમવર્ગને ઘરનું ઘર મળી શકશે નહીં. ગુજરાતમાં જંત્રી 2008ના વર્ષમાં લાગુ કરવામાં આવી હતી, તે પછી એકવાર માઇનોર સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ દરોમાં વધારો થઇ શક્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp