પોલીસ પણ 60 ટકા ભાગીદાર, દારૂનાં ધંધાનું સોશિયલ મીડીયામાં માર્કેટીંગ

PC: ichef.bbci.co.uk

શૈલેષ ધનજીભાઈ નામના બુટલેગરે ગ્રાહકોને ઓર્ડર આપવા માટે એક વીડિયો જારી કર્યો છે, જેમાં દારૂ ખરીદવા માટે મોબાઈલ ફોન ઉપર જ ઓર્ડર આપવાનું કહે છે. આ વીડિઓએ ભારે હલચલ પેદા કરી છે અને ગૃહ વિભાગ સમક્ષ પણ આ વીડિયો સોશીયલ મીડિયા દ્વારા પહોંચ્યો છે.

પોતે ધંધો કઈ રીતે કરે છે તેની વિગતો તેના ગ્રાહકને આપે છે. કારણ એટલું જ કે સુરેન્દ્રનગરની આસપાસ તે ફોન ઉપર ઓર્ડર લે છે.ત્યારે પોલીસ તેના ફોન પર તપાસ નહીં કરે. તેથી તે વીડિયોમાં તેના સંભવીત ગ્રાહકોને કહે છે, તમારે પોલીસથી ડર રાખવાની જરૂર નથી, કારણ કે, પોલીસ મારા ધંધામાં 60 ટકા ભાગીદાર છે. 40 ટકા નફો મને આપે છે. હું દેવામાં છું અને પરમારે મને અડ્ડો શરૂ કરવાનું કહ્યું છે. પોલીસ તેને મદદ કરી રહી હોવાનું પણ કહે છે. તેથી મારા ગ્રાહકને પોલીસ પકડશે નહીં. કારણ કે હું દર મહિને એક કેસ સામેથી આપું છું. તેની પાસે કઈ કઈ બ્રાંડનો દારૂ મળે છે તે પણ જણાવે છે. આવી 10 બ્રાંડના નામો તે કડકડાટ બોલી જાય છે. ફોન કરો અને 24 કલાક સુધી દારૂ પુરો પાડશે એવી ખાતરી પણ પોતાના માર્કેટીંગ વીડિયોમાં કહે છે.

બુટલેગરો પોતાના દારૂના અડ્ડાની બહાર નિકળીને ફોન ઉપર માલનો ઓર્ડર તો લેતા હતા. પણ આ રીતે ખૂલ્લેઆમ વીડિયો જાહેર કરીને પોતાનો ધંધો વધારતાં હોવાનો પહેલો કિસ્સો જોવા મળ્યો છે. આ વીડિયો જારી કર્યા પછી તેનો ધંધો વધી ગયો હોવાનું પણ તે માને છે.

આ વીડિયોમાં પોતાના કોળી સમાજને પણ અપીલ કરે છે કે કોઈ બીજા પાસેથી દારૂ લેવાના બદલે મારી પાસેથી જ લો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp