ટ્વીટરના ઉપયોગ અંગે ગુજરાત સરકારના IPS પંકજકુમારનો મહત્ત્વનો આદેશ

PC: youtube.com

ગુજરાતના સિનિયર આઇએએસ ઓફિસર અને રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે રાજ્યના તમામ જિલ્લાઓમાં એક આદેશ બહાર પાડીને સોશ્યલ મિડીયા અને ખાસ કરીને ટ્વીટર એકાઉન્ટ પર અપડેટ રહેવા કહ્યું છે. આ માધ્યમથી લોકોના પેડિંગ કામોનો નિકાલ કરવાનો પણ તેમનો આદેશ છે.

પંકજકુમારે નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરો ઉપરાંત પ્રાંત ઓફિસર, એસડીએમ અને ડેપ્યુટી કલેક્ટરોને પણ ટ્વીટર એકાઉન્ટની મદદથી પ્રશ્નોનો નિકાલ કરવાની સૂચના આપી છે.

પંકજકુમારના આદેશ પછી રાજ્યના 33 જિલ્લાના કલેક્ટરોના ટ્વીટર હેન્ડલ શરૂ કરવામાં આવ્યા છે અને નાગરિકોને તેમની ફરિયાદ કે પ્રશ્ન ટ્વીટર પર મૂકવાનું કહેવામાં આવ્યું છે.

પંકજકુમારના આદેશ પછી મોરબી કલેક્ટરના ટ્વીટર હેન્ડલ પર અર્જુનસિંહ વાલાએ એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે એક ફોટો મૂકી કહ્યું હતું કે — "આ વૃધ્ધ માણસ સસ્તા અનાજની દુકાને અગુંઠો ન આવવાને કારણે આ મહિને તેને મળતુ રાશનથી વંચિત રહશે રાશનમા માત્ર કેરોસીન મળે છે અને તે કેરોસીન દ્વારા જ તેનો ચુલો સળગે છે.આ દાદાની ઉમર 75 વર્ષની છે.આ ઉમરે દાદા સરકારી કચેરીમા ધક્કા ખાય છે". નામ-અભેસિંહ જાડેજા અગાભી પીપળીયા...

આ ટ્વીટર પોસ્ટ જોઇને પંકજકુમારે તુરંત મોરબી કલેક્ટરને રિપ્લાયમાં કહ્યું હતું કે આ વ્યક્તિની જે સમસ્યા છે તેનો સત્વરે નિકાલ લાવો...

ગુજરાતના આ આઇએએસ ઓફિસરે નાગરિકોની ફરિયાદના નિવારણ માટે ટ્વીટરનો ઉત્તમ ઉપયોગ કરી બતાવ્યો છે જેની સરાહના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પીએમઓ ઓફિસે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp