બઢતી મળવા છતાં પોલીસ અધિકારીઓ નારાજ કેમ થયા?

PC: latestjobs.co.in

ગુજરાત પોલીસના 21 ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડન્ટને રાજ્યના ગૃહ વિભાગે એડિશનલ પોલીસ સુપ્રીરિટેન્ડન્ટ તરીકે બઢતી આપી, 2006 બેચના આ પોલીસ અધિકારીઓને બઢતી મળવા છતાં આનંદ નથી, કારણ તેઓ સુપરિટેન્ડન્ટની બઢતીની રાહ જોતા હતા તેના બદલે એક પાયરી નીચી બઢતી આપી તેમના મૂળ સ્થાને જ રાખ્યા છે.

ભાજપ સરકાર આ નિર્ણયને કારણે પોલીસમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે, આ અગાઉ 2003ની બેચના ડીવાયએસપીને સીધી એસપી તરીકે બઢતી આપવામાં આવી હતી, પણ 2006ની બેચને એડિશનલ એસપી તરીકે બઢતી મળતા હવે આ અધિકારીઓ ક્યારે એસપી થશે તે કહેવું મુશ્કેલ છે.

આ ઉપરાંત તમામ પોલીસ અધિકારીઓને બઢતી આપી તેમના મૂળ સ્થાને જ રાખ્યા છે, જેના કારણે તેઓ એએસપી થયા પછી પણ ડિવાયએસપીનું જ કામ કરશે. આ પ્રકારની બઢતી આપી હોવાને કારણે જે ઇન્સ્પેક્ટરોને ડીવાયએસપીની બઢતી મળવાની હતી તે પ્રશ્ન પણ ઘોચમાં પડ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp