ભાજપ અને કોંગ્રેસને નારાજ કરનાર મહિલા IPS અધિકારી કોણ છે

PC: sify.com

1990ના દસક હતો, અમદાવાદમાં કુખ્યાત અબ્દુલ લતીફનું રાજ ચાલતુ હતું, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા પોપટીયાવાડમાં તેનો દારૂનો ધંધો બેખૌફ ચાલતો હતો, 1993માં બાબરી મસ્જિત તુટી અને લતીફ દુબઈમાં બેઠેલા દાઉદ ઈબ્રાહીમ સાથે હાથ મીલાવ્યો, દાઉદની યોજના અમદાવાદ અને મુંબઈમાં સીરીયલ બોમ્બ ઘડાકા કરી બંન્ને શહેરને તે બરબાદ કરી નાખવા માગતો હતો. ગુજરાતના પોરબંદર પાસેના દરિયા કિનારે કરાંચીથી બે જહાજો એ કે 56 રાયફલો, હેન્ડ ગ્રેનેડ અને આરડીએકસનો જથ્થો આવ્યા, જેમાં કેટલોક જથ્થો અમદાવાના દરિયાપુર આવ્યો અને કેટલોક જથ્થો મુંબઈ ગયો.

અમદાવાદમાં લતીફનો ખૌફનું કારણ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળનું રાજકિય રક્ષણ હતું, અમદાવાદની પોલીસ દરિયાપુરની તંબુ ચોકીથી આગળ વધવાની હિમંત કરતી ન્હોતી. જો પોલીસા પોપટીયાવાડમાં જવા હિંમત કરે તો પોલીસને પણ માર પડતો હતો. લતીફના આ કાળા કામનો વિરોધ કરનાર કોઈ હતું તે માત્રને માત્ર રઉફવલીઉલ્લા હતા, જન્મે મુસ્લિમ અને કર્મે કોંગ્રેસી હતા, તેઓ કાલુપુરમાં જ રહેતા હતા, છતાં તેઓ ખુલ્લે આમ લતીફનો વિરોધ કરતા હતા, અને એક દિવસ લતીફના ભાડુતી મારાઓએ એલિસબ્રીજ વિસ્તારમાં રઉફની હત્યા કરી નાખી, રઉફની દોસ્તી ગૃહરાજય મંત્રી સી ડી પટેલ સાથે હતી, રઉફની હત્યાથી હચમચી ગયેલા સી ડી પટેલે કોઈ પણ ભોગે લતીફને પકડવા ફરમાન છોડયુ.

પણ લતીફના પેરોલ ઉપર રહેલી પોલીસ , ચીમનભાઈ પટેલને નારાજ કરી કઈ રીતે લતીફે પકડે, પણ ત્યારે અમદાવાદમાં એક યુવાન મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરીનું આગમન થયુ હતું, તેમણે પોપટીયાવાડ જવાનું બીડુ ઝડપ્યુ, ત્યારે મોટી મુછોવાળા પોલીસ અધિકારીઓ ખાનગીમાં તેમની મશ્કરી કરતા હતા, ચીમનભાઈ પટેલને પણ અંદાજ ન્હોતો કે જે કામ પુરૂષ અધિકારીઓ કરી શકયા નહીં, તે એક મહિલા પોલીસ અધિકારી કરી જશે. ગીથા જોહરી કોઈને પણ જાણ કર્યા વગર પોતાના બે જુનિયર પોલીસ અધિકારીઓ સાથે ખાનગી કપડામાં રીક્ષા બેસી લતીફના ઘરે પહોંચી ગયા હતા, જો કે ત્યારે લતીફ ભાગી છુટવામં સફળ રહ્યો પણ તેને શાર્પ શુટલ શરીફખાન પકડાઈ ગયો. આ ઘટનાને કારણે ચીમનભાઈ પટેલ ખુબ નારાજ થયા હતા, કારણ લતીફ ચુંટણી જીતવામાં તેમને ખુબ મદદ કરતો હતો.

આમ ગીથો જોહરીની પ્રારંભીક નોકરીમાં તેમણે જોખમ ખેડી માત્ર લતીફને પડકાર્યો ન્હોતો, પણ કોંગ્રેસની સરકારને પણ નારાજ કરી હતી, 2006માં આ ઘટના કરતા ઉલ્ટુ થયુ, ગુજરાત એટીએસ દ્વારા 2005માં રાજસ્થાનના કુખ્યાત શૌરબઉદ્દીન શેખની હત્યા કરી ત્યાર બાદ તેની પત્ની કૌસરને પણ મારી નાખી હતી, સુપ્રીમ કોર્ટના આદેશથી આ તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે હતી, આ કેસનુમં સુપરવીઝન ગીઝા જોહરી કરતા હતા, ભાજપ સરકાર પણ માનતી હતી કે ગીથા જોહરી અને ટીમ ભાજપ અને ગુજરાત પોલીસ સામે જવાની હિમંત કરશે નહીં, પણ જયારે સીઆઈડીએ સુપ્રીમમાં રીપોર્ટ મુકયો ત્યારે શૌહરબઉદ્દનની હત્યા થઈ હોવાનું કહ્યુ હતું, આ ઘટનાને કારણે અમીત શાહ ખુબ નારાજ થયા હતા, તેમણે ગીથા જોહરીને બોલાવી ધમકાવી નાખતા કહ્યુ કે આ કેસના તમામ કેસ પેપરો ફાડી નાખો, પણ તેણે તેમનો ગેરકાયદે હુકમ માન્યો નહીં. આમ કોંગ્રેસ પછી તેમણે ભાજપને પણ નારાજ કરવાની હિમંત કરી હતી.

કોઈ પણ આઈપીએસ અધિકારીનું સ્વપ્ન હોય કે નિવૃત્તી પહેલા તેઓ પોલીસ દળના સર્વોચ્ચ પદ ડાયરેકટર જનરલ ઓફ પોલીસના હોદ્દો મેળવે, ગુજરાતના ડીજીપી પદેથી પી પી પાંડેય નિવૃત્ત થયા બાદ આ પદ માટે ગીથા જોહરી લાયક અને નિયમ પ્રમાણે હકદાર હતા, પણ તેમણે ભાજપના નેતાની આદેશ નહીં માનવાની ભુલ કરી હતી, જેના કારણે તેમને કાયમી ડીજીપી બનાવવાને બદલે હંગામી હોદ્દો આપ્યો હતો, તા 30મી નવેમ્બરના રોજ ગીથા જોહરી વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, પણ ભાજપની નારાજગીને કારણે તેઓ કાયમી ડીજીપી થઈ શકયા નહીં. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન પણ થઈ છે, પહેલા સરકારે જવાબ આપવામાં વિલંબ કર્યો અને બાદમાં ચુંટણી જાહેર થઈ ગઈ છે, તેવુ કારણ આપી નિર્ણય ચુંટણી પંચ કરશે તેમ જણાવ્યુ.

હવે નિયમ પ્રમાણે આ બાહોશ મહિલા અધિકારી નિવૃત્ત થઈ રહ્યા છે, ચુંટણી પંચે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, જો 30મીના રોજ તેઓ નિવૃત્ત થઈ જાય તો ચાલુ ચુંટણીમાં નવા ડીજીપી પંચ દ્વારા મુકવામાં આવશે તે કોણ હશે તે પંચ જ નક્કી કરશે, પણ કતારમાં પ્રમોદકુમાર અને શિવાનંદ ઝા ઉભા છે. જેમાં શિવાનંદ ઝા, અમીત શાહના ખુબ નજીકના હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp