આ વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ આટલા રૂપિયા થવાનો અંદાજ

PC: economictimes.com

જો સોનાનો ભાવ 2020માં 45 હજાર રૂપિયા થઈ જાય તો ચોંકી જતા નહિ. બજારમાં વિશેષજ્ઞોનું માનવું છે કે, સેનાનો ભાવ આવતા વર્ષે એટલે કે 2020માં વધીને 45 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. તેની પાછળ ચીન-અમેરિકા ટ્રેડ વોર, અમેરિકા-કોરિયા સંબંધ, આર્થિક ચિંતા, ડૉલરનો ભાવ, રૂપિયામાં અસ્થિરતા વગેરે હોઈ શકે છે. તહેવારો અને લગ્નોને કારણે ચોથા ક્વાર્ટરમાં તેજી હોવા છતાં આખુ વર્ષ સેનાની કુલ માંગ 700 ટનથી લઈને 750 ટન રહેવાની આશા છે.

કેડિયા એડવાઈઝરીના મેનેજિંગ ડાયરેક્ટર અજય કેડિયા માને છે કે, 2020માં સોનાનો ભાવ 43000થી 44000 સુધી જઈ શકે છે. સોનામાં તેજી એક-બે વર્ષ માટે નહિ બલ્કે 3 થી 5 વર્ષની હોય છે. તેના સિવાય બ્રેક્ઝિટ, રિશેસન, નેગેટિવ બોન્ડ ડીલ, ડૉલરમાં કમજોરી, જિયો પોલીટિકલ ટેન્શન, ઈક્વિટી માર્કેટમાં મોટુ કનેકશન પણ સોનાના ભાવમાં તેજીનું કારણ બની શકે છે.

ક્યારે વધે છે સોનાનો ભાવઃ

જ્યારે પણ વિશ્વમાં સંકટ હોય છે, તો સોનુ મોંઘુ થવા લાગે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડાઓ અનુસાર, દુનિયાના 14 દેશોની કેન્દ્રીય બેંકોએ પોતાના ગોલ્ડ ભંડારમાં સોનાની માત્રા 1 ટન કે તેનાથી વધારી છે. આ 14 દેશોમાં ભારતનો સમાવેશ પણ થાય છે.

2019ની શરૂઆતમાં સોનાની કિંમત 31,500 થી 32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે હતી. જૂનમાં કિંમત વધવાની સાથે તેની માગમાં ઘટાડો થવા લાગ્યો. રૂપિયામાં કમજોરી અને સરકાર તરફથી કસ્ટમ ડ્યૂટી વધારવાને કારણે ઘરેલૂ બજારમાં સોનુ મોંઘુ થઈ ગયું. અને વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ લગભગ 40,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp