Bajajએ લોન્ચ કર્યું Pulsar સીરિઝનું નવું એડીશન, જાણો ફીચર્સ

PC: motorbeam.com

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Bajaj Pulsar લોકોમાં ખાસ કરીને યંગસ્ટર્સમાં ઘણું પસંદીદા બાઈક છે. હાલમાં જ BajajનીPulsar સીરિઝે 1 કરોડ બાઈકનું વેચાણ કર્યું હતું. આ રેકોર્ડને સેલિબ્રેટ કરવા કંપનીએ Bajaj 220F 150, 180 અને 220Fનું નવું બ્લેક પેક એડીશન લોન્ચ કર્યું છે.

આ બાઈકને થોડા બદલાવ સાથે લોન્ચ કરવામાં આવી છએ. બાઈકમાં નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. પરંતુ બાઈકમાં કોઈ પણ પ્રકારના મિકેનીકલ બદલાવ કરવામાં આવ્યા નથી. બ્લેક એડીશનવાળા Pulsar સીરિઝની બાઈતોને પ્રીમિયમ બ્લેક પેન્ટ સ્કીમ સાથે ગ્રે હેડલાઈટ અને વ્હાઈટ કલરના અલોય વ્હીલ આપવામાં આવ્યા છે.

આ સિવાય સેન્ટ ક્રોમ એક્ઝોસ્ટ કવર આપવામાં આવ્યું છે. બાઈકની ડિઝાઈનમાં કોી બદલાવ કરવામાં આવ્યો નથી. Bajaj ના વાઈસ પ્રેસિડન્ટે કહ્યું હતું કે, Pulsar દેશમાં નંબર 1 સ્પોર્ટ્સની મોટરસાઈકલ બ્રાન્ડ છે. દુનિયાના 25 દેશો અને તેમાં પણ સૌથી વધુ 1 કરોડ જેટલા ગ્રાહકો મેળવીને અમે ખુશ છીએ અને આવા ખાસ મોકા પર અમે Pulsar બ્લેક એડીશન લોન્ચ કર્યું છે.

16 વર્ષ પહેલા Bajaj Pulsar લોન્ચ કરવામાં આવ્યું હતુંમ. સૌ પ્રથમ 150ccના એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. Pulsarની સ્પર્ધામાં Honda Unicorn, Suzuki Jixxer, TVS Apache અને Yamaha FZ સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp