લાખણકા ડેમમાંથી 43 ક્યુસેક પાણી ખેતી માટે છોડવામાં આવ્યું

PC: khabarchhe.com

ખેડૂતોની માંગને લઈને લાખણકા ડેમમાંથી 43 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કેનાલની સ્થિતિ ખરાબ હોવાથી ચાર ગામોના લોકોની નદીમાં પાણી છોડવાની માગને લઈને ડેમ વિભાગ દ્વારા એક દરવાજો ખોલી આ પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી ડેમની નીચે આવતા 7 જેટલા ચેકડેમોને ભરી દેશે અને જેનો સીધો લાભ ખેડૂતોને તેમના સૂકાતા મોલને જીવતદાન આપવામાં થશે. જેથી ખેડૂતો દ્વારા મશીનો મૂકી તેમના ખેતરોમાં પાણી પાવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

શનિવારે ડેમ વિભાગ દ્વારા લાખણકા ડેમમાંથી અધેવાડા-માલણકા સહિતના ચાર ગામોનાં લોકો દ્વારા કરવામાં આવેલી અરજી અને તેનું ભરણું કરી દેતા લાખણકા ડેમમાંથી 43 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી કુલ 19 ફૂટ હોઈ જેમાંથી હાલ 3 ફૂટ પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાણી કેનાલ મારફતે નહિ પરંતુ નદીમાં છોડવામાં આવ્યું છે જેથી ડેમની નીચે આવતા ચાર ગામોના 7 ચેકડેમો આ પાણીથી ભરાઈ જશે અને જેને મશીનો મૂકી ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી પાઈ શકશે. જો કે અનેક વિધ્ન સંતોષી અને રાજકીય રોટલા શેકવા માંગતા સ્થાનિક નેતાઓ દ્વારા આ પાણી છોડવા અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને નુકસાન કરતુ નિવેદન મીડિયામાં આપવામાં આવતા ખેડૂતો નારાજ થયા હતા અને કહ્યું હતું કે તેમની માગને લઈને આ પાણી કેનાલના બદલે નદીમાં છોડવામાં આવ્યું છે જે તેમને ફાયદો કરશે અને ઊભા પાકને નવજીવન મળશે.

આ વર્ષે વરસાદ ઓછો પડતા તળમાં પાણી ખૂટી ગયા છે. જેથી ડેમના પાણી પર ખેતીનો આધાર રાખવો પડે છે ત્યારે તંત્ર દ્વારા પાણી આપવાના મામલે ચોક્કસ લોકોનાં વિરોધથી ખેડૂતો નારાજ થયા છે અને કહી રહ્યાં છે કે ડેમ વિભાગ દ્વારા તેમની રજૂઆત અને તેમના જરૂરી રૂપિયા ભર્યા બાદ પાણી આપ્યું છે. જે કોઈપણ પ્રકારે વેડફાઈ નહિ જાય અને તે વિવિધ રૂપે ઉપયોગી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp